સુરતમાં ઘર પાસે રમતા ટેમ્પો ચાલકે માસૂમ બાળકને કચડી નાંખ્યો
સુરત, સુરત શહેરમાં વરિયાવ તાડવાડી પાસે ઘર નજીક ત્રણ વર્ષના માસુમ બાળકને ટેમ્પો ચાલકે કચડી નાંખ્યો હતો. ટેમ્પોના ડ્રાઈવરે ફૂલ જેવા કૂમળા બાળક ઉપર પાછળનું વ્હીલ ચઢાવી દેતા બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. લોકોએ ટેમ્પો ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યાે હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બોટાદ જિલ્લામાં આવેલા ગઢડા તાલુકાના રાજપીપળા ગામના કરણભાઈ કાળુભાઈ મેર હાલમાં સુરત શહેરના અમરોલી નજીક વરિયાવ તાડવાડી ખાતે ગ્રામગૃહ નિર્માણ બોર્ડના આવાસમાં રહે છે. તેમને સંતાનમાં બે પુત્ર છે.
તેઓ દૂધનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેમનો ૩ વર્ષીય પુત્ર વિરાટ ઘર પાસે રમતો હતો ત્યારે છોટા હાથી ટેમ્પોના ડ્રાઈવરે રિવર્સ લેતી વખતે બાળકને અડફેટે લીધો હતો. ટેમ્પોનું પાછળનું ટાયર તેની પર ચઢાવી દેતા તેન મોઢું અને છાતીનો ભાગ કચડાઈ ગયો હતો.
માસુમ વિરાટનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પુત્રના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અમરોલી પોલીસે ટેમ્પો ચાલક રામજીભાઈ ભગીલુભાઈ સરોજ (રહે, નિચલી કોલોની, છાપરાભાઠા, અમરોલી)વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS