800 કરોડનો ખર્ચે 300 રૂમની હોટલ સાથે રીવરફ્રન્ટ પર કન્વેન્શન સેન્ટર બનશે
રિવરફ્રંટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું કન્વેન્શન સેન્ટર તૈયાર થશે-રાજય સરકાર રૂ.પ૦૦ કરોડની ગ્રાંટ આપશે: દેવાંગ દાણી
ર૦ મીટીંગ રૂમ, ૧પ૦૦ વ્યક્તિ બેસી શકે તેટલી ક્ષમતાનું આર્ટ થિયેટર, ૩૦૦ રૂમની હોટલ, ૩૦૦ થી ૪૦૦ વ્યક્તિઓ માટે થીયેટર ડોમ, ૮૦૦ વ્યક્તિની ક્ષમતાનું એમ.પી. થીયેટર, પ૦૦૦ ચો.મી.માં કલ્ચરલ પ્લાઝા અને ૧૦૦૦ ગાડીઓ પાર્ક થઈ શકે તેટલી ક્ષમતાનું પાર્કિગ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રંટમાં અનેક નવા આકર્ષણો તૈયાર કરવામાં આવી રહયા છે. ફેઝ-૧ માં જે આકર્ષણ તૈયાર કરવામાં આવ્યા હતા તેના કરણા પણ ચડીયાતા ફેઝ-ર માં તૈયાર થઈ રહયા છે. જેમાં બેરેજ કમ બ્રીજ, ઈમેજીકા પાર્ક, વિગેરે માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જયારે હવે પાલડી ખાતે ટાગોર હોલની પાછળ આંતરરાષ્ટ્રીય કક્ષાના કન્વેકશન સેન્ટર બનાવવામાં આવશે. જેના માટે અંદાજે રૂ.૮૦૦ કરોડનો ખર્ચ થશે. An International Convention, Culture, Business Centre
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સિવિક સેન્ટરોને સીસીટીવી થી સજ્જ કરવામાં આવશે અને અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ₹800 કરોડના ખર્ચે એક મોટું કન્વેન્શન- બિઝનેસ સેન્ટર ઊભું કરવામાં આવશે. આ નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયા હતા, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ… pic.twitter.com/ydR1tgoVMz
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 5, 2024
મ્યુનિ. સ્ટેન્ડીગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરને આંતરરાષ્ટ્રીય કક્ષાના કન્વેન્શન સેન્ટરની જરૂરિયાત છે આ બાબતને ધ્યાનમાં લઈ ટાગોર હોલ, સંસ્કાર કેન્દ્ર, ઈવેન્ટ સેન્ટર પાસેના પ્લોટમાં આ સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રંટના આ વિસ્તારને ડેસ્ટીનેશન વેડીગ માટે પણ વિકસાવવામાં આવશે.
આ કન્વેન્શન સેન્ટરમાં ટ્રાફિક માટે આશ્રમ રોડને જોડતા પીપી રોડને ડેવલપ કરવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રંટ પરિસરમાં તૈયાર થનાર કન્વેન્સન, કલ્ચરલ તથા બિઝનેસ સેન્ટરમાં અંદાજે ૪ હજાર ચો.મી.માં એકિઝીબીશન હોલ તેટલા જ ચો.મી.નો કન્વેન્સન હોલ તૈયાર કરવામં આવશે.
આ ઉપરાંત ર૦ મીટીંગ રૂમ, ૧પ૦૦ વ્યક્તિ બેસી શકે તેટલી ક્ષમતાનું આર્ટ થિયેટર, ૩૦૦ રૂમની હોટલ, ૩૦૦ થી ૪૦૦ વ્યક્તિઓ માટે થીયેટર ડોમ, ૮૦૦ વ્યક્તિની ક્ષમતાનું એમ.પી. થીયેટર, પ૦૦૦ ચો.મી.માં કલ્ચરલ પ્લાઝા અને ૧૦૦૦ ગાડીઓ પાર્ક થઈ શકે તેટલી ક્ષમતાનું પા‹કગ ડેવલપ કરવામાં આવશે. સદર કન્વેન્સન સેન્ટરમાં રૂ.૭૯ર કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ છે. જેમાં રાજય સરકાર રૂ.પ૦૦ કરોડની ગ્રાંટ આપશે. જયારે બાકીની રકમ કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવશે.