Western Times News

Gujarati News

ગોધરામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અંગે તપાસણી હાથ કરાઈ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ ગોધરાના સીઆરપીસી-૧૪૪ની જોગવાઈ હેઠળ આગામી ઉત્તરાયણના તહેવાર સંદર્ભે ચાઈનીઝ દોરી/માઝા, પ્લાસ્ટીક દોરી,નાયલોન તથા અન્ય સિન્થેટીક માઝા તેમજ ચાઈનીઝ તુકકલ/સ્કાયલેન્ટર્ન કે જેના ઉપયોગથી માનવ તથા પશુ-પક્ષીઓને ઈજા તેમજ મૃત્યની ઘટના ન બને તેને ઘ્‌યાને રાખી, તેના વેચાણ, ઉત્પાદન અને સંગ્રહ ઉપર પ્રતિબંધ મુક્ત જાહેરનામુ તા.૦૨/૧૨/૨૦૨૩ના રોજ બહાર પાડવામાં આવેલ છે.

જેના અમલીકરણ માટે તા.૧૨/૧૨/૨૦૨૩ના રોજ ગોધરા શહેરના પટેલવાડા ખાતે આવેલ જથ્થાબંધ દોરીના વેપારીને ત્યાં નાયબ કલેકટર ગોધરા પ્રાંત, ગોધરાની અધ્યક્ષતામાં મહેસુલ વિભાગ તથા પોલીસ વિભાગની ટીમોને સાથે રાખી સધન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.આ ચકાસણી દરમ્યાન સદર સ્થળેથી કોઈ ગેરકાયદેસર બાબત ઘ્‌યાને આવેલ ન હતી.

પરંતુ આવનારા સમયમાં વહીવટી તંત્ર ધ્વારા આ પ્રકારે ઓચિંતી ચકાસણી હાથ ધરી, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી/ તુકકલ–સ્કાયલેન્ટર્નનો સંગ્રહ / વેચાણ અને ઉપયોગ કરનાર ઈસમો સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું. તેમજ જાહેર જનતાને લોકોના જાન-માલને હાની પહોંચે તેવી પ્રતિબંધિત દોરી–તુકકલનો ઉપયોગ ન કરવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે તેમ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ગોધરા પ્રાંત અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.