અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાના એક ષડયંત્રનો ISISના આતંકવાદીઓનો ખુલાસો
મુંબઇના નરીમાન હાઉસ, ગેટવે ઓફ ઇન્ડિયા અને સૈન્ય ઠેકાણાઓ પણ ISISના નિશાનમાં હોવાની ચોંકાવનારી કબૂલાત: ભારતના મહત્વપૂર્ણ સૈન્ય સ્થળોની રેકી કરી તસ્વીરો પાકિસ્તાન અને સિરિયા મોકલાઇ
ISISના પકડાયેલા આતંકવાદી શાહનવાઝ આલમની પૂછપરછમાં ખુલાસો
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા શાહનવાઝ આલમ અને રિઝવાન અશરફની ધરપકડ બાદ અબ્દુલ્લા અરસલાન અને માઝ બિન તારિકના નામ સામે આવ્યા હતા.
અમદાવાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાના એક સનસનીખેજ ષડયંત્રનો ખુલાસો થયો છે. વાસ્તવમાં થોડા દિવસ પહેલા ઝડપાયેલા આઇએસઆઇએસ ઇસ્લામીક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયાના આતંકવાદીએ પૂછપરછમાં અમદાવાદ, ગાંધીનગર તેમજ મુંબઇમાં નરીમાન હાઉસ અને ગેટવે ઓફ ઇન્ડિયા અને સૈન્ય ઠેકાણાઓ પર આતંકી હુમલા-બોમ્બ બ્લાસ્ટનો પ્લાન ISISનો હોવાનું બહાર આવતા હડકંપ મચી ગયો છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાના મોટા ષડયંત્રનો ખુલાસો થતા હડકંપ મચી ગયો છે.
https://westerntimesnews.in/news/284083/isi-plot-to-target-temples-in-india/
વાસ્તવમાં થોડા દિવસ અગાઉ ઝડપાયેલા ISISના આતંકવાદીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ આતંકવાદીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, ગુજરાતના બે મોટા શહેર અમદાવાદ અને ગાંધીનગર ISISના નિશાના પર હતા. ISISએ અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. એટલું જ નહીં મુંબઈના નરીમન હાઉસ અને અને ગેટ વે ઓફ ઈન્ડિયા પર પણ ISISનું મોટા આતંકી હુમલા કરવાનું ષડયંત્ર હતું.
શાહનવાઝ આલમ અને રિઝવાન અશરફ સ્વયં કટ્ટરપંથી હતા અને તેઓએ ખુલાસો કર્યો હતો કે તેઓ 2 ઓક્ટોબરે અયોધ્યા, દિલ્હીના અક્ષરધામ અને મુંબઈના ચાબડ હાઉસમાં હુમલાની યોજના બનાવી રહ્યા હતા.
ભારતના કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા. ISISના ઝડપેયાલા એક આતંકીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, ભારતના મહત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાની રેકી કરવામાં આવી હતી અને ત્યાંની તસવીરોને પાકિસ્તાન અને સીરિયા મોકલવામાં આવી હતી.
ATSએ કહ્યું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા શાહનવાઝ આલમ અને રિઝવાન અશરફની ધરપકડ બાદ અરસલાન અને તારિકના નામ સામે આવ્યા છે. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા હતા. ઉત્તર પ્રદેશની આતંકવાદ વિરોધી ટુકડીએ બે શંકાસ્પદ ISIS આતંકવાદીઓ, અબ્દુલ્લા અરસલાન, 26, અને માઝ બિન તારિક, 25, અલીગઢથી ધરપકડ કરી છે અને તેમને પૂછપરછ માટે લખનૌમાં ATS હેડક્વાર્ટરમાં લાવવામાં આવ્યા હતા.
આ બંને કથિત રીતે રાજ્યભરમાં આતંકી ગતિવિધિઓનું આયોજન કરી રહ્યા હતા. અરસલાન એક ખાનગી યુનિવર્સિટીમાંથી પેટ્રોલિયમ કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક છે, જ્યારે તારિક ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા બી.કોમની ડિગ્રી મેળવી રહ્યો છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓની ભૂમિકા શંકાસ્પદ લાગતા તેઓ સુરક્ષા એન્જસીઓની રડાર પર છે. ઝડપાયેલા આતંકવાદી વિશે વાત કરીએ તો ઝડપાયેલા આતંકીનું નામ શાહનવાઝ આલમ (ઉં.વ 31) છે. તે ઘણા સમયથી ISIS સાથે જોડાયેલો છે. તેણે NIT નાગપુરથી BTechનો અભ્યાસ કરેલો છે. તેની પૂછપરછમાં તેણે એવું પણ જણાવ્યું છે કે તેની પત્ની હિન્દુ હતી, જેને તેમણે ઈસ્લામ ધર્મ કબુલ કરાવીને મુસ્લિમ બનાવી દીધી હતી.
શાહનવાઝ અને તેની મુલાકાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થઈ હતી. જે બાદ તેણે તેની પત્નીને પણ આતંકી ગતિવિધિઓમાં સામેલ કરી દીધી. પૂછપરછમાં શાહનવાઝે જણાવ્યું છે કે, તેની આર્થિક સ્થિતિ સારી ન હતી,
તેથી તેણે હજારીબાગમાં ઓછામાં ઓછી 7-8 ગુનાહિત ઘટનાઓને અંજામ આપ્યો હતો. જે બાદ તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો હતો, અલ કાયદાનો ટોપ મોસ્ટ વોન્ટેડ આતંકી અનવર અવલાકી શાહનવાઝનો ગુરુ હતો. જે USની આર્મી સ્ટ્રાઈકમાં માર્યો ગયો હતો. શાહનવાઝ પર અનવર અવલાકીથી પ્રભાવિત થઇને આતંકી બનવાનું જૂનુન સવાર હતું. તે ઓનલાઈન સાઈટ્સ પર રેડિક્લાઇઝ મુસ્લિમ ગ્રુપ્સ અને ISISના હેન્ડલર સાથે જોડાઇ ગયો હતો. 2016થી જામિયામાં રહેતા શાહનવાઝે જણાવ્યુ કે તે મુસ્લિમ સંગઠન હિજ્બ ઉલ તાહિર સાથે જોડાયો હતો અને અહીં તેને કેટલાક એવા યુવા મળ્યા જે જેહાદી વિચાર રાખતા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે, કેટલાક દેશમાં આ એક પ્રતિબંધિત સંગઠનની શ્રેણીમાં આવે છે અને તાજેતરમાં દેશમાં તેના ઠેકાણાઓ પર NIAએ રેડ કરી હતી. શાહનવાઝના જણાવ્યા અનુસાર, ISIS એક ફરાર આતંકી રિઝવાન અલી દરિયાગંજમાં રહેતો હતો અને તેના દ્વારા હિજ્બ ઉલ તાહિરની મીટિંગમાં મુલાકાત થઇ હતી. આટલું જ નહીં હિજ્બ ઉલ તાહિરની મીટિંગમાં AMUના કેટલાક વિદ્યાર્થીઓએ પણ કેટલીક વખત ભાગ લીધો હતો. શાહનવાઝ પોતાના સાથીઓ સાથે સીરિયા જવા માંગતો હતો જ્યાં તે ISISના ટોપ લીડર પાસે ટ્રેનિંગ લેવા માંગતો હતો.