Western Times News

Gujarati News

કોર્ટની બાજુમાં આવેલા ઘરમાં જ વૃદ્ધ વેપારીની છરા વડે ગળુ કાપી હત્યા

આણંદ, આણંદના તારાપુરમાં નવી કોર્ટની બાજુમાં ઘરના ઉપલા માળે સોમવારે ભરબપોરે આશરે ૭પ વર્ષીય વેપારીની છરાથી ગળું કાપી હત્યા કરવાનો બનાવ બનતા ભારે ચકચાર મચી ગઈ હતી. હત્યારાઓ CCTVનું DVR પણ ઉઠાવી ગયા છે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

તારાપુર ખાતે નવી કોર્ટની બાજુમાં રહેતા પિતાંબરદાસ નાજુમલ મહેશ્વરી (ઉ.૭પ) પોતાના દીકરા વીજય સાથે રહેતા હતા તેમના પત્નિ કાન્તાબેન હયાત નથી. પિતાંબરદાસ લોખંડના ખાટલા તથા પીપડા વેચવાની દુકાન ચલાવતા હતા તેઓનો દુકાનનો સરસામાન તેમના ઘરના ઉપલા માળે રાખતા હતા બપોરે વિજય તેના પિતાને શોધવા ગયો

તો ઘરના ઉપરના માળે લોહી લુહાણ હાલતમાં પડયા હતા. ગળુ કપાઈ ગયેલી હાલતમાં પડયા હતા. કોઈ અજાણી વ્યક્તિએ કોઈ કારણોસર ગળાના ભાગે છરા વડે ઘા મારી ગળું કાપી નાખી હત્યા કરી હતી અને લાશની બાજુમાં ધારદાર છરો પડેલો હતો.

૧૦૮ની સાથે તારાપુર પોલીસમથકને પણ જાણ કરી હતી એટલે પોલીસે પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જાણ કરતા પહોંચેલી તારાપુર પોલીસે તરત જ પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ બનાવના ભેદને ઉકેલવા માટે પોતાના બાતમીદારો ઉપરાંત ટેકનીકલ પાસાંઓને પણ ધ્યાનમાં લઈ તપાસ શરૂ કરી હતી.

પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરવાનું શરૂ કરવાનું વિચાર્યું હતું પરંતુ તેમણે જાેયું તો સીસીટીવીનું ડીવીઆર પણ હત્યારો ઉઠાવી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.