Western Times News

Gujarati News

બસ કાંસમાં ઉતરી જતા એક વૃદ્ધનું મોતઃ ૨૦ થી વધુને ઈજા

ઈજાગ્રસ્તોને ૧૦૮ માં જંબુસર,વડું અને વડોદરા સારવાર અર્થે ખસેડાયા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર એસ.ટી ડેપોની કારેલીથી જંબુસર આવતી સવારની બસ ગજેરા નજીક ડ્રાઈવરનો કાબુ નહિ રહેતા વરસાદી કાંસમાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની ઘટનામાં એક વૃદ્ધનું મોત જ્યારે વિદ્યાર્થીઓ સહિત ૨૦ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. An old man died when the bus got off the road; more than 20 others were injured

પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર ડેપોની બસ કારેલી – જંબુસર મંગળવારે સવારના સમયે મુસાફરોને લઈ નીકળી હતી.આ બસમાં સ્કૂલ અને આઈટીઆઈ સાથે કોલેજના વિદ્યાર્થીઓ સહિત અન્ય મુસાફરો પણ હતા.આ દરમ્યાન ગજેરાથી એક વૃદ્ધ બસમાં ચઢ્યા હતા.

જેઓ દરવાજા પાસે જ ઉભા રહેતા ડ્રાઈવર અને મુસાફરની આ અંગે અંદર જતા રહેવા રકઝક પણ થઈ હતી.આ દરમ્યાન થોડે જ દૂર રસ્તાની બીજી બાજુ આવેલી વરસાદી કાંસમાં બસ ઉતરી પડી હતી.જેના પગલે ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ઝાડ સાથે ભટકાઈ અટકી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચતા તેઓએ બુમરાણ મચાવી દીધી હતી.તો અકસ્માતમાં ગજેરાના નગીનભાઈ નામના વૃદ્ધ મુસાફરનું મૃત્યુ થયું હતું.જ્યારે ૭ થી વધુ વિદ્યાર્થીઓ સહિત ૨૦ જેટલા મુસાફરોને ઈજા પહોંચતા દોડધામ મચી ગઈ હતી અને ઈજાગ્રસ્તો ને જંબુસર, વડુ અને વડોદરા ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ જે પ્રમાણે એસટી બસના કંડકટરે જણાવ્યુ હતું તે પ્રમાણે મીની બસમાં ૮૦ જેટલા મુસાફરો સવાર હતા જાેકે મીની બસમાં ૩૦ થી ૩૫ મુસાફરોની જ કેપિસિટી હોવા છતાં આટલા બધા મુસાફરો ભરતા ક્યાંક ને ક્યાંક એસ ટી વિભાગની બેદરકારી પણ સામે આવી રહી છે.હાલતો પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.