મહેસાણાના પાલોદર ગામે જૂની અદાવતમાં વૃદ્ધ પર હુમલો
મહેસાણા, મહેસાણા તાલુકામાં આવેલા પાલોદર ગામે દસ દિવસ અગાઉ બાઇક અથડાવવા મામલે માથાકૂટ થઈ હતી. જે બાદમાં સમાધાન થઈ ગયું હતું. જે જૂની અદાવત રાખી અન્ય પક્ષના યુવકે દસ દિવસ બાદ રાત્રિ દરમિયાન વૃદ્ધને ગાળાગાળી કરી માર મારી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે મહેસાણા તાલુકામાં એક સામે ફરિયાદ નોંધાઈ છે.
મહેસાણા તાલુકામાં આવેલા પાલોદર ગામે રહેતા ૬૦ વર્ષીય બળદેવ દેસાઈએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, ને જણાવ્યું છે કે, દસ દિવસ અગાઉ ફરિયાદીના નાના છોકરા ધવલને ગામમાં રહેતા વાઘેલા ધવલસિંહ સાથે વાહન અથડાવવા મામલે માથાકૂટ થઈ હતી.
જે બાદ સમાધાન થઈ ગયું હતું. જાેકે ૪ તારીખે રાત્રે ફરિયાદીનો પુત્ર લગ્ન કરીને આવ્યો એ દરમિયાન કામકાજ કરી પરિવાર સુઈ રહ્યો હતો, ત્યારે આ વાઘેલા ધવલ સિંહ પોતાના હાથમાં ગુપ્તિ લઇ ફરિયાદીના દીકરાને બુમો પાડી બોલાવતો હતો, ત્યારે ફરિયાદી ઉઠી જતા તેઓ સાથે આરોપીએ માથાકૂટ કરી હતી, ને જૂની અદાવતમાં ૬૦ વર્ષના વૃદ્ધને મૂઢ માર માર્યો હતો. આ ઘટનાની જાણ પરિવારને થતા પરિવાર જનો દોડી આવ્યા હતા, ને વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હુમલો કરનારા ઇસમે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે વૃદ્ધ પર હુમલો કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.