નજીવી તકરારમાં વૃદ્ધાને પાડોશીએ ચાકૂ ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી
અમદાવાદ, રખિયાલમાં સંજયનગરના છાપરામાં ૭૦ વર્ષીય વિધવા વૃદ્ધાનું પાડોશીએ ચાકૂના ત્રણથી વધુ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
વૃદ્ધાએ તેના પાડોશમાં રહેતા શખ્સને પોતાના વીજ મીટરમાંથી વીજળી વાપરવા આપી હતી પરંતુ તેણે વપરાશના બિલના રૂપિયા ન આપતા બંને વચ્ચે રકઝક થઈ હતી. પાડોશીએ તેની પાસે રહેલુ ચાકૂ વૃદ્ધાને ઝીંકી દીધું હતું. આ મામલે રખિયાલ પોલીસે આરોપી સઈદમોહમંદ ઉર્ફે મામુ છૂરી શેખની ધરપકડ કરી છે.
રખિયાલના સંજયનગર પાસે રહેતા અશરફ અંસારી (ઉ.વ.૫૫) પત્ની, દીકરા સાથે રહે છે. તે છુટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. રવિવાર સવારે અશરફ અંસારીના બહેનની પાડોશમાં રહેતો શખ્સ તેના ઘરે આવ્યો અને કહ્યું કે તમારી બહેનની પાડોશમાં રહેતા સઈદ મોહમંદ ઉર્ફે મામુન છૂરીએ તમારી બહેનને ચપ્પાના ઘા મારી દીધા છે.
તેથી અશરફ અંસારી સંજયનગરના છાપરામાં રહેતી તેની બહેન ઘરે પહોંચી ગયા હતા. ત્યારે તેની બહેન લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલી હતી. આરોપી સઈદમોહમંદ ઉર્ફે મામુ છૂરી ઘરમાં જ હાજર હતો. ગુસ્સે ભરાયેલા અશરફ અંસારીએ આરોપીના હાથમાંથી ચાકૂ ઝૂંટવી ફેંકી દીધું અને તેને માર માર્યાે હતો. આ દરમિયાન લોકો ભેગા થઈ ગયા અને આરોપીને વધુ મારથી બચાવી લીધો હતો.
પાડોશીએ ૧૦૮ને ફોન કર્યાે હતો. ૧૦૮ની ટીમે તપાસ કરતા વૃદ્ધાનુ મૃત્યુ નીપજી ચૂક્યું હતું. વૃદ્ધાના ભાઈએ ફરિયાદ નોંધાવતા રખિયાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધા બાદ આરોપી વૃદ્ધાની પાસે જ બેસી રહ્યો હતો. પોલીસે પકડી લીધો હતો.SS1MS