બનાસકાંઠામાં બેકાબૂ ટ્રેલર ગેરેજમાં ઘૂસી ગયું
થરાદ, બેકાબૂ બનેલા ટ્રેલરે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. થરાદ ચાર રસ્તા પાસેનો આ અકસ્માત સર્જાયો હતો, જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. બેકાબૂ બનેલું ટ્રેલર ગેરેજમાં ઘૂસી ગયું હતું. ટ્રેલર દુકાનનો શેડ તોડી ગેરેજમાં ઘૂસ્યું હતું. ટ્રેલરે ૪ ગાડી, ૨ બાઈક, ૧ રિક્ષાને અડફેટે લીધી હતી. રોડ પર બેકાબૂ બનેલું ટ્રેલર CCTVમાં કેદ થયું છે.
આ ઘટના બાદ ટ્રેલરચાલકની અટકાયત કરવામાં આવી છે. થરાદના ચાર રસ્તા અકસ્માતની આ ઘટના બની હતી. જેમાં ટ્રેલર ગેરેજમાં ઘૂસતા અફરાતફરી મચી ગઇ હતી. ટ્રેલરે ૪ ગાડીઓ, બે બાઇક અને ૧ રિક્ષાને અડફેટે લીધી હતી. ટ્રેલર દુકાનનો સેડ તોડી ગેરેજમાં ઘૂસી ગયું હતું. જાેકે, આ અકસ્માતમાં મોટી જાનહાની ટળી છે.
આ ઘટના બાદ આસપાસમાં અફરાતફરી મચી જવા પામી હતી અને લોકોના ટોળે-ટોળા ભેગા થયા હતા. જે બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસે ટ્રેલરચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના સામે આવેલા સીસીટીવીમાં જાેઇ શકાય છે કે, કેવી રીતે ટ્રેલર પૂરપાટ ઝડપે આવી રહ્યું છે અને રસ્તાની સામેની બાજુએ જઇ રહ્યું છે. તે દરમિયાન ટ્રેલરચાલક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવે છે અને ગેરેજનું સેડ તોડી દુકાનમાં ઘૂસી જાય છે.
આ બેકાબૂ ટ્રેલરે ગાડી, બાઇક, રિક્ષાને અડફેટી લીધા છે, પરંતુ મોટી જાનહાની ટળી છે. કેમ કે, સીસીટીવીમાં જાેઇ શકાય છે કે આજુબાજુના વિસ્તારમાં ઘણા વાહનો અને લોકો જાેવા મળી રહ્યા છે. જાેકે, સદનસીબે કોઇને ઇજા પહોંચી નથી.
હાલ પોલીસે ટ્રેલરચાલકની અટકાયત કરી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. રોડ પર બેકાબૂ બનેલું ટ્રેલર ઝ્રઝ્ર્ફમાં કેદ થયું છે. આ ઘટના બાદ ટ્રેલરચાલકની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના બાદ આસપાસમાં અફરાતફરી મચી જવા પામી હતી અને લોકોના ટોળે-ટોળા ભેગા થયા હતા.SS1MS