રાંધેજા નજીક હોટલ ઘૂંઘટ રેલવે ક્રોસિંગ ઉપર ઓવર બ્રીજ બનશે
ધારાસભ્ય રીટાબેન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રીનો આભાર માન્યો
ગાંધીનગર, ગાંધીનગરના માણસા રોડ પર રાંધેજા નજીક હોટલ ઘુંઘટવાળા ફાટક પર રેલવે દ્વારા ઓવરબ્રીજ બનાવવા અંગે સૈદ્ધાંતિક મંજુરી મળી જવા પામી છે જેના કારણે લાંબા સમયથી આ રેલવે ફાટકે સતાવતી ટ્રાફિકની સમસ્યા ઉકેલાશે અને રાંધેજા, માણસા તરફથી આવતા ઉત્તર ગુજરાતના વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાં રાહત થશે અને સમય તથા ઈંધણની પણ બચત થશે.
આ રેલવે ફાટક બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી અપાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહનો ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો છે.
ખુબ લાંબા સમયથી જેની માંગણી ચાલી રહી હતી તે રંધેજા નજીકના હોટલ ઘુંઘટવાળા ફાટક પર રેલવે દ્વારા ઓવરબ્રીજ બનાવવા અંગે મળેલી સૈદ્ધાંતિક મંજુરી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિતભાઈ શાહનો આભાર માનતા ઉતર બેઠકના ધારાસભ્ય રીટાબેન પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે
“ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહજીને હોટલ ઘુંઘટવાળા ફાટક પર રેલવે દ્વારા ઓવરબ્રીજ બનાવવા રજૂઆત કરી હતી. હોટલ ઘૂંઘટવાળા ફાટક પર રેલવે દ્વારા ઓવરબ્રીજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયેલ છે.
રેલવે ઓવરબ્રીજ બનવાથી ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાતના વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાં રાહત થશે અને સમય તથા ઈંધણની પણ બચત થશે.
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહજીનો ખુબ ખુબ આભાર.