કણજરી ચોકડી પાસે અજાણી ત્રિપુટીનો યુવક પર છરા વડે હુમલો

નડિયાદ, નડિયાદ પાસેના કણજરી ચોકડી પર મોટરસાયકલ પર આવેલ ત્રીપુટીએ ફતેપુરાના યુવકને અપશબ્દો બોલી છરા વડે હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. આ બાબતે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયેદસરની કાર્યવાહી હાથધરી છે.
નડિયાદના ફતેપુરા ગામે ઇન્દિરાનગરીમાં દિપકભાઈ રામસિંગભાઈ બારૈયા અને તેના મિત્રો ૨૨ જુનના રોજની રાત્રે કણજરી ચોકડી પર આવેલ શેરે પંજાબ હોટલમાં જમવા ગયા હતા. દીપકભાઈ જમીને બહાર નીકળી ફૂટપાથ પર ઉભા રહી મોબાઈલ પર કોઈની સાથે વાત કરતા હતા.
ત્યારે નજીકના પેટ્રોલ પંપ પાસેથી મોટરસાયકલ પર આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ દિપકભાઈ સામે જોઈને અપશબ્દો બોલ્યા હતા. ઓળખીતા ન હોય અને ગાળો બોલતા દિપકભાઈ આ બાબતે કેમ ગળો બોલો છો તેમ કહેતા મામલો ઉગ્ર બન્યો હતો. દરમિયાન આ મોટરસાયકલ પર આવેલ ત્રીપુટી પૈકી એક છરો બતાવી છરા વડે હુમલો કર્યાે હતો.
આ લોકોએ દિપકભાઈના પેટમાં છરો મારતા લોહી લુહાણ તેઓ થઈ ઢળી પડ્યા હતા. આ બાદ આ અજાણી ત્રીપુટી મોટરસાયકલ પર બેસીને ફરાર થઈ ગઈ હતી. આ બનાવ મામલે ઈજાગ્રસ્ત દીપકભાઇને તેમના મિત્રો નડિયાદ સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. જયારે દિપકભાઇએ અજાણી ત્રીપુટી સામે ફરિયાદ નોંધાવતા વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS