ભરૂચ કોંગ્રેસના નારાજ જૂથે INDI ગઠબંધનના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું
(પ્રતિનિધિ) ભરૂચ, કોંગ્રેસ અને આપ ના ગઠબંધનને લઈને ભરૂચ લોકસભા બેઠક ઉપર આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ ની ફાળવણી કરતા ભરૂચ જીલ્લા કોંગ્રેસના નારાજ જૂથે વિરોધ દર્શાવ્યો હતો અને કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા લોકોએ નારાજગી દર્શાવી હતી અને વિરોધ દર્શાવી રહ્યાં હતા.જે બાદ ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રામાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માન,કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં યોજવામાં આવી હતી. An upset faction of the Bharuch Congress declared its support for the INDI coalition candidate
આ દરમ્યાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નારાજ જૂથ સાથે વાતચીત કરી તેઓને માનવી લેતા નારાજ જૂથે આજરોજ ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા,સુલેમાન પટેલ સહિતના આગેવાનોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી ઈન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું હતું.
સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલ ભરૂચ બેઠક ઈન્ડીયા ગઠબંધનમાં આપને ફાળે આપવામા આવતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના કેટલાક સિનિયર અગ્રણીઓએ કોંગ્રેસના ઉમેદવાર માટેની માંગ સાથે નારાજગી દર્શાવી મોવડી મંડળને રજૂઆત કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો.જોકે અંતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલની ભરૂચ મુલાકાત બાદ આ નારાજ જૂથ અંતે નારાજગી છોડી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવ્યા હતા.
ભરૂચના રાજપુત છત્રાલય ખાતે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે નારાજ જૂથના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ સહિતના આગેવાનોએ સંયુક્ત પત્રકાર પરિષદ ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં યોજી તેઓએ કેન્દ્રીય મોવડી મંડળનો નિર્ણય અને આદેશને શીરો માન્ય ગણી તેઓની ગઠબંધન અંગેની ગેરસમજ અને આશંકા દૂર થઈ હોવાનું
અને ભાજપને હરાવવાના ધ્યેયને ધ્યાને રાખી ચૈતર વસાવાને સમગ્ર કોંગ્રેસનું સમર્થન હોવાનું જણાવી તેઓને જીતાડવા માટે ખભે ખભા મિલાવી કામ કરીશું તેમ કહ્યું હતું.આગામી દિવસોમાં ગામે ગામ ચૈતર વસાવા સાથે ખભેથી ખભો મિલાવીને મહેનત કરવાની બાહેધરી આપી હતી.