આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિઓની તાલીમ વિદ્યાર્થીઓને મળશે

આણંદથી આયુર્વેદ તાલીમ માટે મહત્ત્વનું પગલું-ધન્વંતરી આરોગ્યધામ, આયુર્વેદ મેડિકલ સોસાયટી અને રાજશ્રી સંસ્થા વચ્ચે એમઓયુ થયા
(પ્રતિનિધિ) આણંદ, આણંદ સ્થિત ધન્વંતરી આરોગ્યધામ એજ્યુકેશન ટ્રસ્ટ અને આયુર્વેદ મેડિકલ સોસાયટી, તેમજ બરેલી સ્થિત રાજશ્રી આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ વચ્ચે ૧૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ વૈશ્વિક સ્તરે આયુર્વેદિક તાલીમ માટે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ મહત્વપૂર્ણ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય મ્છસ્જી અભ્યાસ કરતી યુવાપેઢીને આંતરરાષ્ટ્રીય સ્તરે આધુનિક અને આયુર્વેદિક પદ્ધતિઓના તાલીમના અવસરો પૂરા પાડી, વિશ્વસ્તરીય આરોગ્યસેવામાં તેમનું યોગદાન વધારવાનો છે.
ધન્વંતરી આરોગ્યધામ એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ વૈદ્યરાજ શ્રી હરિનાથ ઝા અને રાજશ્રી સંસ્થાના ચેરમેન શ્રી રાજેન્દ્રકુમાર અગ્રવાલ વચ્ચે એવી સમજ કે મ્છસ્જી વિદ્યાર્થીઓને ૧૬ વિવિધ દેશોમાં મોકલવામાં આવશે, જ્યાં તેમને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિઓની તાલીમ મળશે.
રાજશ્રી સંસ્થાના ચેરમેન શ્રી રાજેન્દ્રકુમાર અગ્રવાલે જણાવ્યુ હતુ કે, દ્વારા વિદ્યાર્થીઓને નોર્થ ઈન્ડિયા અને આંતરરાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાઓ સાથે તાલીમ લેવાનો અમૂલ્ય અવસર મળશે.
પ્રોફેસર ધન્વંતરીકુમાર હરિનાથ ઝાએ ઓનલાઇન ઉપસ્થિત રહી જણાવ્યું કે, ધન્વંતરી આરોગ્યધામ એજ્યુકેશન ટ્રસ્ટ અને આયુર્વેદ મેડિકલ સોસાયટી, આણંદ દ્વારા છેલ્લા ૨૬ વર્ષથી વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા દર્દીઓને સારવાર અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે આંધ્રપ્રદેશના વાપટલા સ્થિત વીરામ્મા ર્નસિંગ હોમના આયુર્વેદાચાર્ય પ્રો. બી. બદ્રીનાથે પક્ષાઘાત અને સર્વાઇકલ રોગોમાં ઉપયોગી એવી સિંગલ ડોઝ આધારિત ખાસ આયુર્વેદિક પદ્ધતિ અંગે માહિતી આપી.
કાર્યક્રમ દરમિયાન સંસ્થાના ડિરેક્ટર પ્રો. અનિલકુમાર, ડીન અકાડેમિક પ્રો. સાકેત અગ્રવાલ, રજિસ્ટ્રાર દુશ્યંત મહેશ્વરી, ડિરેક્ટર પ્રો. પંકજકુમાર શર્મા સહિત પ્રોફે. બી. બદ્રીનાથ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંચાલન ડૉ. સ્વતંત્ર ગુપ્તાએ કર્યું.