આણંદના BAPS અક્ષરફાર્મ ખાતે સંત સંમેલન યોજાયું

આણંદ, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સંત સમેલન આણંદના અક્ષરફાર્મ ખાતે યોજાયું હતું. જેમાં સમગ્ર આણંદ-ખેડા જીલ્લાના ૧૦૦ થી વધુ સંતો-મહંતો-મહામંડલેશ્વરોનું સન્માન કરવામાં આવ્યું હતું. Anand BAPS Aksharfarm Sant sammelan
પંચાયતી અખાડા મહા નિર્વાણ, પિઠાધીશ્વર, આચાર્ય મહામંડલેશ્વરસ્વામી વિશોકનંદ ભારતીજી મહારાજે જણાવ્યું પ્રમુખસ્વામી મહારાજ ભગવાન સ્વામીનારાયણના પ્રતિનિધિ હતા. તેઓ વિશ્વગુરુ હતા. શાસ્ત્રીજી મહારાજે, યોગીજી મહારાજે એમનામાં સાચું શિષ્યત્વ જાેયું અને આપણને પ્રમુખસ્વામી મળ્યા. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વમાં સંસ્કૃતિના પ્રચાર માટે સંતો તૈયાર કર્યા હતા. એમનો સમાજ ઉદાર છે.
ધૂન-પ્રાર્થના અને કીર્તન બાદ શાંતિપાઠ અને દીપ પ્રાગટય સંત સંમેલન કાર્યક્રમની શરૂઆત પૂજય અક્ષરવત્સલ સ્વામીએ સ્વાગત પ્રવચનથી સૌનો સત્કાર કર્યો. તેઓએ જણાવ્યું “સંતો” એ જંગમ તીર્થ છે. અક્ષરફાર્મના એક મંચ પર સૌ સંતોના સાનિધ્યથી તેમના દર્શન કરી આપણે ધન્યા થયા છે.”
ભારત એ સંતોની ભૂમિ છે. અનાદિ કાળથી સંતો-મહાપુરુષોએ ભારતને સંવર્ધિત કર્યું છે. સનાતન હિન્દુ ધર્મની મહાન પરંપરાઓને સંતોએ સમયે સમયે નવપલ્લીત કરી તેનું પોષણ, રક્ષણ અને સંવર્ધન કર્યું છે ભગવાન સ્વામીનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પ્રત્યેક ગુણાતીત ગુરુવર્ષો એ
પોતાના જીવન દ્વારા સંતની ગરિમાને લાખો લોકોના જીવનમાં હ્ય્દયસ્થ કરી છે. પૂજય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં તેમના વિચરણમાં તેઓના સંપર્કમાં આવતા મહા મંડલેશ્વરોથી લઈને મઠાધિપતિઓ અને સાધકથી લઈને સિદ્ધ સુધી પહોંચેલા હજારો સાધુ-સન્યાસીઓ પ્રત્યે સ્વામીશ્રીએ અનહદ પ્રેમ આદર અને સદભાવ હતા.
મૂર્ધન્ય સંતોને પુષ્પહારથી સન્માનીત કર્યા બાદ સંત મહિમા વિષયક વકતવ્ય આપતા સદ્ગુરુ સંત પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામીએ ગુરુહરિ પૂજય મહંતસ્વામી મહારાજ વતી સૌને મેચ પરથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને જણાવ્યું.
“કુછ બાત હૈ એસી, હસ્તી મીટતી નહી હમારી, સારે જનહાસે અચ્છા હિંદોસ્તા હમારા, ધર્મ સંસ્થાપનારથાય સંભવામી યુગે યુગે, ધર્મ ભલે જુદા પણ ધાર્મિકતા એક છે. સંપ્રદાયો ભલે જુદા પણ માર્ગ એક જ છે, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન હિન્દુ ધર્મનો જ એક ભાગ છે.