બેંક લોકર પણ સુરક્ષિત નથીઃ લોકરમાંથી ચોરી થયેલા દાગીનાની ફરિયાદ ત્રણ મહિના પછી નોંધાઈ
આણંદમાં BoBનું લોકર તૂટયુંઃ ૬૦ તોલા સોનું અને 10.50 લાખ રોકડ ગુમ-હાલ આણંદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યોઃ બેંકનો લોકરમાં ૩ મહિના પહેલા ચોરી થઈ હતી અને પોલીસે છેક અત્યારે ગુનો નોંધ્યો
આણંદ, આણંદમાં બેંકના લોકર પણ સુરક્ષિત નથી. બેંક ઓફ બરોડાના લોકરમાં મુકેલા દાગીના અને રોકડની ચોરી થયાનો કિસ્સો સામે આવતા ઉહાપોહ મચ્યો છે. સમગ્ર મામલામાં હાલ આણંદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો. બેંકનો લોકરમાં ૩ મહિના પહેલા ચોરી થઈ હતી. અને પોલીસે છેક અત્યારે ગુનો નોંધ્યો. Anand Bank of baroda locker theft case.
લોકો મોટાભાગે બેંકના લોકરને વધુ સુરક્ષિત માને છે. અને સોના અને ચાંદી જેવી કિમંતી વસ્તુઓ લોકરમાં મૂકે છે. પરંતુ તાજેતરમાં આણંદમાં બનેલ બનાવે લોકોની ચિંતા વધારી છે. શહેરમાં બેંક ઓફ બરોડાની ચિખોદરા શાખાના લોકરમાંથી ચોરી થઈ.
વઘાસીના વિપુલ કેસરિયાનું ચિખોદરાની બેંક ઓફ બરોડામાં લોકર છે. તેમણે બીઓબીના લોકરમાંથી ૬૦ તોલા સોનું અને રોકડ રૂ.૧૦.૫૦ની તફડંચી થઈ હોવાનો ઘટસ્ફોટ કર્યો. અને આ લોકર તેમની જાણ બહાર જ ખોલાયું હોવાનું તેમણે પોલીસને માહિતી આપી. આણંદ ગ્રામ્ય પોલીસે ૩ મહિને ચોરીનો ગુનો નોંધ્યો અને એલ.સી.બી.ને સોપાઈ તપાસ.
બેંક ઓફ બરોડા એ રાષ્ટ્રીય બેંક છે. અને રાજ્યમાં અનેક નાના મોટા શહેર તેમજ ગામડાંઓમાં તેની શાખાઓ છે. આણંદના ચિખોદરા ખાતે પણ બીઓબીની છે. આ બેંકમાં ગ્રાહકોને લોકર સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ હાલમાં વિપુલ કેસરિયા નામના ગ્રાહકના બેંકના લોકરમાં મુકેલ દાગીના અને રોકડની ચોરી થતા મામલો ગરમાયો. બીઓબીના લોકરમાં રાખેલ ૬૦ તોલા સોનું અને રોકડ રૂ.૧૦.૫૦ ની ચોરી થઈ.
બેંક ઓફ બરોડાની ચિખોદરા શાખાના લોકરમાંથી ચોરી થયાની ઘટના બનતા અન્ય ખાતાધારકોની પણ ચિંતા વધી છે. અન્ય ખાતાધારકો આ કિસ્સા બાદ પોતાના બેંક લોકરમાંથી કિમંતી વસ્તુઓ લઈ જવા લાગ્યા છે.
ચિખોદરાના બીઓબીનું બેંક લોકર તૂટવાની ઘટનામાં ગ્રાહકની ફરિયાદ બાદ આણંદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો. બેંકનું લોકર અતિ વિશ્વસીય વસ્તુ છે. અને મોટી બીઓબી બેંકનું લોકર તૂટવું એ ઘણી ગંભીર બાબત ગણાય. બેંક લોકર તોડવામાં કોઈ જાણભેદુ જ હોવાનું લાગી રહ્યું છે. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં બેંકના પટાવાળાએ ડુપ્લીકેટ ચાવીથી લોકર ખોલ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.