Western Times News

Gujarati News

તારાપુરના ઇન્દ્રણજ ગામે  કલેકટરની રાત્રિ સભા સફળ રહી

આણંદઃ આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના (Anand District, Tarapur Taluka) છેવાડાના ઇન્દ્રણજ ગામે  તારાપુર જન વિકાસ ઝુંબેશના ભાગ રૂપે કલેકટર દિલીપ રાણાના (Collector Dilip rana) અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇન્દ્રણજ ખાતે યોજાયેલ રાત્રી સભામાં કલેકટર દિલીપ રાણાના શુભહસ્તે મહિલા અને પુરુષ લાભાર્થીઓને આયુષમાન કાર્ડ, કિસાન સન્માન નિધિ ,વિધવા સહાય, વય વન્દના, વૃદ્ધ નિરાધાર, અપંગ, વિકલાંગ, દિવ્યાંગ યોજનાની સહાય અર્પણ કરવામાં આવી હતી.કલેકટરશ્રી દિલીપ રાણાએ અહી ગ્રામજનો સાથે રૂબરૂ મળીને કઇ યોજનાનો લાભ મળ્યો કે મેળવવામાં મૂશ્કેલી હોય. ન મળ્યો હોય તે અંગે પુછપરછ કરી હતી. અને ગ્રામજનોને યોજનાઓનો લાભ લેવા ગામમાં કાર્યરત સરકારી ટીમને રૂબરૂ મળી નામ નોંધણી કરાવવા કહ્યું હતું.તારાપુર તાલુકાના અત્યાર સુધીમાં ૧૫ હજાર નાગરિકોને વિવિધ યોજનાનો લાભ મળેલ છે.

ઇન્દ્રણજ ગામે રાત્રિ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા ગામના સરપંચશ્રી રઘુભાઈ ભરવાડે  સમગ્ર ગામ વતી કલેકટરશ્રી દિલીપરાણાનું  સ્વાગત કર્યું હતું.

સરપંચ શ્રી રઘુભાઈ ભરવાડે Sarpanch Raghu Bharwad જણાવ્યું હતું કે, ગામમાં જન વિકાસ ઝુંબેશના ભાગ રૂપે સરકારશ્રીની યોજનાઓના મળવાપાત્ર વિવિધ યોજનાઓના લાભ હજાર કરતા વધુ લોકોને લાભ મળી ગયા છે. જે નાગરિકો લાભથી વંચિત રહી ગયાછે તેઓને પણ અમો સાથે રાખીને  લાભ અપાવીશું એવી જાહેરમા ખાત્રી આપી હતી

ઈન્દ્રણજ ગામે જન વિકાસ ઝુંબેશના ભાગ રૂપે કલેકટરશ્રી દિલીપ રાણાએ વર્ગ એકના અધિકારીશ્રીને આ ગામની જવાબદારી સોંપી છે અને ગામના તલાટી મંત્રી શ્રી, ગ્રામસેવક ,આરોગ્ય  કર્મીઓ,સહિતની ટીમ દ્વારા ઘર-ઘરનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને બાકી લાભાર્થીઓને શોધી કાઢી લાભાન્વિત કરવામાં આવશે.

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગામો માટે જન વિકાસ ઝુંબેશ ચાલી રહી છે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના  (Chief Minister Vijay rupani) નિર્દેશ અનુસાર  આણંદ કલેકટરશ્રી અને ટીમ આણંદ દ્વારા તારાપુર તાલુકાના તમામ ગામો નાગરીક પરિવારોને રાજ્ય સરકાર, ભારત સરકાર ની વિવિધ પ્રકારની સહાયકારી યોજનાઓનો લાભ આપવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

માત્ર ૨૫૦૦ની વસ્તી ધરાવતા આ  ઇન્દ્રણજ ગામે ૭૨૫ વ્યકિતઓને આયુષ્યમાન કાર્ડ આપી દેવાયા છે જેથી ગરીબ પરિવારો પાંચ લાખ સુધીની આરોગ્ય સેવા મેળવી શકે,  તેમજ બીજી યોજનાઓના લાભ તો ખરાજ, તારાપુર  તાલુકા ની કુલ વસ્તી ૮૦ હજાર જેટલી છે ત્યારે જન વિકાસ ઝુંબેશ દ્વારા પચાસ હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ લાભ આપી તેઓનું જીવન સલામત કરવાની નેમ ટીમ આણંદ દ્વારા રાખવામાં આવી છે.

નાની બાળકીથી વૃદ્ધ નિરાધારો માટે સુધી સહાયની યોજનાઓ અમલમાં છે. કલેકટર શ્રી દિલીપ રાણા આ ગામે ઉપસ્થિત ગ્રામજનો ને સીધાજ મળી ને વાતચીત કરીને યોજનાઓનો લાભ લેવામાં કોઈ બાકી હોય તો તેમણે પૃચ્છા કરી હતી.

તારાપુર તાલુકાના ઇન્દ્રણજ ગામે યોજાયેલી રાત્રિ સભા દરમિયાન ગુજરાત સરકારના મુખ પત્ર ગુજરાત પાક્ષિકનું પણ વિતરણ કરાયું હતું. ગામના સરપંચ શ્રી રઘુભાઈ ભરવાડે આભાર દર્શન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.