આણંદ જિલ્લામાં રિયલ એસ્ટેટમાં તેજી: ૩૮,૮૭પ દસ્તાવેજો નોંધાયા

દસ્તાવેજ કરવા માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી
આણંદ, આણંદ જિલ્લામાં નવા જંત્રીના ઘર ઘટાડો થયા બાદ રિયલ એસ્ટેટમાં ગતિ આવી છે. જે જોતા જિલ્લા અને તાલુકા મથકો ખાતે આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીઓ અને જૂના જિલ્લા સેવા સદનમાં આવેલ નોંધણી નિરીક્ષકની કચેરીમાં નોંધાતા મકાન, દુકાન, ઘર, જમીન જેવા દસ્તાવેજોની નોંધણીમાં ઉછાળો નોંધાયો છે.
આણંદ જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે તારીખ ૦૧-૦૧-ર૦ર૪થી તા.૩૧-૧ર-ર૦ર૪ દરમિયાન આંકલાવ તાલુકામાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ૧૭પર, ઉમરેઠ સબ રજિસ્ટાર કચેરીમાં ર૬૬ર, ખંભાતમાં ૩૩૪પ, બોરસદમાં ૪૧ર૧, પેટલાદમાં ૩૯૮૧, તારાપુરમાં ર૦ર૩, સોજીત્રામાં ૧ર૩૬ અને આણંદ સબ રજિસ્ટાર કચેરી ખાતે ૧૯૭પપ મળીને કુલ ૩૮૮૭પ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલ ૩૮૮૭પ દસ્તાવેજોની ફી પેટે સરકારને ૧૯૯ કરોડ કરતાં વધુની આવક થઈ છે. જેમાં આંકલાવમાં ૧૪.પ કરોડ, ઉમરેઠમાં ૭.૯૭ કરોડ, ખંભાતમાં ૧ર.૪૬ કરોડ, બોરસદમાં ૧૪.રર કરોડ, પેટલાદમાં ૮.પ કરોડ, તારાપુરમાં ૦૯ કરોડ, સોજીત્રામાં ૩.૪૯ કરોડ અને આણંદમાં ૧ર૮ કરોડ ઉપરાંતની આવક એટલે કે નોંધણી ફીથી અને સ્ટેમ્પ ડયુટી ફીની થયેલ કચેરીના નોંધણી નિરીક્ષક રાઠવાએ જણાવ્યું છે.
વધુમાં તેઓ જણાવે છે કે સબ રજિસટાર કચેરી દસ્તાવેજ કરવા માટે ગરવી ર.૦ પ્રોગ્રામમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવાની હોય છે જેમાં સ્લોટ નક્કી કરેલા હોય છે તે મુજબ દસ્તાવેજ કરવા માટે નોંધણી નિરીક્ષક સમક્ષ આવવાનું થાય છે.