Western Times News

Gujarati News

આજે મકાનો ઊંચા થયા, રસ્તાઓ પહોળા કરાયા પણ મન સંકુચિત થઈ ગયા

આણંદમાં યુવા દિનની ઉજવણી કરાઈ

આણંદ, આણંદમાં બી.એ.પી.એસ. ખાતે યુવાદિન ઉજવાયો હતો. વકતા અને સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર બી.એ.પી.એસ. સંસ્થાના સંત ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ‘હકારાત્મકતા’ વિષયક વીડિયો સ્ક્રીન પર પ્રસ્તુત થયું હતું.

વકતવ્ય આપતા ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીનું વકતવ્ય શરૂ થયું જેમાં તેઓએજણાવ્યું આજે મકાનો ઉંચા થતાં ગયા, રસ્તા પહોળા થયા અને મન ટૂંકા અને સંકુચિત થતાં ગયા છે. માણસ ચંદ્ર પર જઈને આવ્યો પરંતુ પાડોશીને નજીક પહોંચ્યો નથી. કારણ કે પવિત્ર જીવનની ભાવનાઓ લુપ્ત થતી જાય છે. આજે દ્રષ્ટિકોણ બદલાયો છે એટલે નકારાત્મકતા આવવી સાહજિક છે? પરંતુ જીવનમાં હકારાત્મકતાથી જીવન જીવવું એ અત્યંત અનિવાર્ય છે.

ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીના વકતવ્ય બાદ ટૂંક સંવાદો ‘મનની વ્યથા’ નિયમ-ધર્મ વિષય પ્રસ્તુત થયા. જેમાં પૂજય મહંતસ્વામી મહારાજ દ્વારા પ્રશ્નોના સચોટ સમાધાન આપવામાં આવ્યા હતા.

બીએપીએસના સમર્પિત અને પ્રગતિશીલ યુવાવૃંદે પૂજય મહંતસ્વામી મહારાજના પ્રસંગો, શાસ્ત્રોના પ્રમાણો અને સંદભો આપીને સ્વામીની ગુણાતિત સંત તરીકે ઓળખાણ આપી હતી. આજના પ્રસંગે ર૦,૦૦૦ ઉપરાંત યુવા-યુવતીઓ અને હરિભક્તોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.