Western Times News

Gujarati News

આણંદ મદ્રસા હાઈસ્કૂલ દ્વારા ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણી કરવામાં આવી

આણંદ મોટા મદ્રસા જામેઆ અરબીયા તાલીમુલ ઇસ્લામ સંચાલિત મદ્રસા હાઈસ્કૂલમાં ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી આન,બાન અને શાનથી કરવામા આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન સંસ્થાના પ્રમુખ વહોરા મુહંમદ અફઝલ મૌ.અબ્દુલહક્ક મૌલાના મેન્સન સાહેબ, અતિથિ વિષેશ તરીકે નાયબ મોહતમીમ મૌલાના સાજીદ સાહેબ,

વહોરા હાજી ઈસ્માઈલભાઈ ગામડીવાળા, હાજી અ.રશીદ કાજલ સાહેબ, હાજી અ.કૈયુમ સાહેબ, અનવર બહાદરપુર વાલા, તથા મુખ્ય સ્પીકર તરીકે મૌલાના ગુલામરસુલ સાહેબે સ્થાન શોભાવ્યુ હતું. આ ઉપરાંત માધ્યમિક અને પ્રાથમિક વિભાગના આચાર્ય,સુપરવાઈઝર, શાળા ના તમામ શિક્ષક મિત્રો, મદ્રસાના દેશપ્રેમી

ઉલમા -એ-કિરામ, તલબાઓ તથા આમંત્રિત મહેમાનો અને વાલી ઓએ મોટી સંખ્યામાં  શરૂ થી અંત સુધી હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત કુરઆને પાકની તિલાવતથી કરવામાં આવી હતી. શાળા ના આચાર્યશ્રી નઈમ પઠાણ દ્વારા શાબ્દીક સ્વાગત કરી મહેમાનોનો પરિચય કરાવ્યો હતો.

કાર્યક્રમ ના મુખ્ય મહેમાન સંસ્થાના પ્રમુખ વહોરા મુહંમદ અફઝલ મૌ.અબ્દુલહક્ક મૌલાના મેન્સન ના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજવંદન કાર્યક્રમની સફળ પરેડ કવાયત શાળાના શિક્ષક વહોરા અલ્તાફ સાહેબ અને મલેક ફારૂક સાહેબે કરી હતી. મુખ્ય સ્પીકર મૌલાના ગુલામરસુલ સાહેબે તેમના પ્રવચનમાં દેશની આઝાદીની ચળવળમાં મુસ્લિમોએ આપેલા બલિદાનો પર ભાર મુકયો હતો.

શાળાના સુપરવાઈઝર ઈર્શાદ સાહેબે તેમના પ્રાસંગિક વક્તવ્ય માં દેશની આઝાદીમાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ આપેલા બલિદાનો વિશે ગહન ચર્ચા કરીને હિન્દુ – મુસ્લિમે કોમી એકતા જાળવીને દેશની પ્રગતિમાં સહભાગી થવાની હાંકલ કરી હતી. શાળાના જુનિયર કે.જી થી ધોરણ – ૧૨ ના વિધાર્થી ઓએ સાંસ્કૃતિક પ્રોગામમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જેમા જુદા-જુદા દેશભક્તિ નઝમ, દેશભક્તિ ગીત, પ્રવચન દ્વારા સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિધાર્થીઓને આમંત્રિત મહેમાનો, શિક્ષક મિત્રો અને શહેરવાસીઓએ આકર્ષક રોકડ પુરસ્કાર આપીને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.

સમગ્ર કાર્યક્ર્મને સફળ બનાવવા માટે શાળા તમામ શિક્ષકગણ અને બિન શૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ પ્રાથમિક શાળાના આચાર્ય સૈયદ આસીફ સાહેબ અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાથમિક શાળાના શિક્ષક તોસિફ અન્સારી દ્વારા કરવામાં આવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.