Western Times News

Gujarati News

ઓલપાડ તાલુકાની કરંજ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો

સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કરંજ પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગનાં જિલ્લા પંચાયતનાં સદસ્ય શ્રીમતી કરિશ્માબેન રાઠોડનાં હસ્તે આ આનંદ મેળાને રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ચિરાગ પટેલ તથા નવજીવન વિદ્યાલયનાં આચાર્ય જીતેશ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ એવાં શાળાનાં આચાર્યા શ્રીમતી જાગૃતિ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આનંદમેળા થકી બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન પણ કેળવાય છે જે તેમનાં શિક્ષણમાં ઉત્તરોત્તર ફળદાયી નીવડે છે. આ આનંદમેળામાં ફ્રુટ સલાડ, ઇડલી સંભાર, મંચુરિયન, વડાપાઉં, સમોસા, બટાકાવડા, ભેલ, પાણીપુરી, આલુપુરી, ખીચું, સેન્ડવીચ, મન્ચાઉં સૂપ, પેટીસ, બ્રેડ પકોડા જેવી અવનવી વાનગીઓનાં વિવિધ સ્ટોલ બાળકો દ્વારા ઉભા કરવામાં આવ્યા હતાં. જેનો શાળાનાં બાળકો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ રસાસ્વાદ માણ્યો હતો. ખૂબ જ ઉત્સાહ અને આનંદ વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં શિક્ષકો કાંતિ પટેલ, નિલેશ પટેલ, મિનાક્ષી પટેલ, પારુલ પટેલ, તસ્મીરા પટેલ તથા એસ.એમ.સી. અધ્યક્ષ ચેતના પટેલે બાળકોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.