Western Times News

Gujarati News

આણંદમાં બિન ખેતીલાયક જમીન પર કબ્જો જમાવનાર ચાર સામે ફરિયાદ

૨૦૨૦થી સાંગોળપુરામા રહેતા ચાર વ્યક્તિઓ ઘુસી ગયા હતા અને છાપરા બનાવી ત્યાં રહેવા લાગ્યા હતા

આણંદ,  વિદ્યાનગર રોડ પર રહેતા એક કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા યુવાનની પારિવારીક વેચાણ લીધેલી જમીન ટીપી સ્કીમ નં.૮માં હતી. જેમાં ૨૦૨૦થી સાંગોળપુરામા રહેતા ચાર વ્યક્તિઓ ઘુસી ગયા હતા.

અને છાપરા બનાવી ત્યાં રહેવા લાગ્યા હતા. જેથી તેમણે આણંદ શહેર પોલીસમથકે લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.આણંદ શહેરના વિદ્યાનગર રોડ પર આવેલ બીગ બજાર સામે અંબિકાભુવનમાં કુશલ વિનોદભાઈ ભટ્ટ રહે છે અને કન્ટ્રકશનનો વ્યવસાય કરે છે. આણંદના સર્વે નંબર ૧૧૩૧-૧૨ જેનો સમાવેશ ટીપી સ્કીમ નંબર ૮માં થયેલો છે.

જેનો ફાઈનલ પ્લોટ નંબર ૨૬૨ અને ૨૬૯ જેનું ક્ષેત્રફળ ૧૦૭૯ ચો.મીટર થાય છે. આ બીન ખેતીલાયક જમીનના તેઓ માલિક છે. આ જમીન મૂળ છોટાભાઈ સોમાભાઈ ગોહિલની હતી. તેમના પાંચ વારસદારો પાસેથી કુસલના દાદી મા વિમળાબેન રમણલાલ ભટ્ટે તા.૭ જાન્યુઆરી ૧૯૯૩માં રુ. ૪૨,૬૦૦માં વેચાણ રાખી હતી. જેમાં વિમળાબેન ના મૃત્યુ પછી તેમના ચાર વારસદારોના નામ વારસાઈમાં ચઢ્યા હતા.

ત્યાર પછી કુસલભાઈના પિતા ગુજરી જતાં તેમના નામ પણ વારસાઈમાં આવ્યા હતા. ત્યારથી તેઓ તેના માલિક છે. કુસલભાઈએ ૨૦૧૯માં આ જમીન બીનખેતીની પરવાનગી મેળવી હતી. અને ટાઈટલ ક્લીયર કર્યું હતું. દરમિયાન ગીતાબેન ગોહિલ, મીનેશભાઈ ગોહિલ, જલ્પાબેન ગોહિલ, અને અભેસિંગ ગોહિલ તમામ રહે. ભાથીજી મંદિર સાંગોળપુરા ઝુંપડા બનાવી રહેતા હતા.

૨૦૨૧માં કુસલભાઈ પોતાની જમીન જોવા ગયા ત્યારે ફેન્સીંગની વાડ તોડી હતી એટલે જમીન ખાલી કરવા કહ્યું પરંતુ તેમને ધમકાવવા લાગ્યા હતા. એટલે તેમણે જિલ્લા કલેકટર કચેરીમાં આ અંગે અરજી આપી હતી. જેમાં તપાસ બાદ ગઈકાલે તેમને ચારેય વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગની ફરિયાદ કરવાનું કહ્યું હતું એટલે તેમણે આણંદ શહેર પોલીસમથકે પોતાની ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.