Western Times News

Gujarati News

આણંદ ખાતે UCCના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો મેળવવા સમિતિના સભ્યોએ યોજી બેઠક

સમાન સિવિલ કોડ અંગે સમિતિ સમક્ષ જિલ્લાના અગ્રણીઓજન પ્રતિનિધિઓ, વિવિધ ધર્મના આગેવાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા

સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ લોકોના પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યાં છેજેના ભાગરૂપે આજે સર્કિટ હાઉસઆણંદ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની આણંદ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ હતી.

સમાન સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે UCC સમિતિ દ્વારા નાગરિકોઅગ્રણીઓજન પ્રતિનિધિઓવિવિધ ધર્મના અગ્રણીઓના પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં UCC કાયદાના અમલ માટે રાજ્ય સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે.

આણંદ ખાતે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોશ્રી સી.એલ.મીણા અને શ્રી આર.સી. કોડેકરની અધ્યક્ષતામાં આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓસાધુ-સંતો અને નાગરિકો સાથે બેઠક યોજી હતી.

સમિતિના સભ્યશ્રી સી.એલ. મીણાએ જણાવ્યું હતું કેરાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી છે. સમાનતામહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને UCC નો મુસદ્દો તૈયાર કરવામાં આવશે. નાગરિકો પાસેથી મળેલા અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ UCC અંગેનો વિસ્તૃત અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરશે.

શ્રી મીણાએ ઉમેર્યું કે રાજ્યનો કોઈપણ નાગરિક યુસીસી કાયદા માટે યુસીસી કમિટીકર્મયોગી ભવનબ્લોક નંબર – ૧,છઠ્ઠા માળસેક્ટર ૧૦- એગાંધીનગર ખાતે પત્ર દ્વારા પોતાના વિચારો મંતવ્યો રજૂ કરી શકાશે. આ ઉપરાંત યુસીસી કાયદાના પોર્ટલ http://uccgujarat.in ઉપર પણ પોતાના સૂચન રજૂ કરી શકશે. આણંદ જિલ્લાના વધુમાં વધુ નાગરિકો આ કાયદા સંબંધે પોતાના મંતવ્ય રજૂ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં સાંસદ શ્રી મિતેશભાઇ પટેલે યુસીસી કાયદો વહેલામાં વહેલી તકે લાગુ કરવો જોઈએ તેમ જણાવ્યું હતું.

સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો.નિરંજન પટેલચારૂતર વિદ્યામંડળના પ્રોવોસ્ટ શ્રી હેમંત ત્રિવેદીજિલ્લાના સાધુ સંતોતબીબોવકીલોસામાજિક કાર્યકરોરોટરી ક્લબ વિઠ્ઠલ ઉદ્યોગ નગર એસોસિએશનના પ્રમુખ દ્વારા લગ્નછૂટાછેડાભરણપોષણમિલકતના અધિકારોધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓલીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારોનાણાંકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.

પ્રારંભમાં કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ સમિતિના સભ્યોનો આવકાર કર્યો હતો.આ બેઠકમાં મનપા કમિશનરશ્રી મિલિંદ બાપનાજિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીજિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણીનિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.