Western Times News

Gujarati News

આણંદમાં પીળા રંગનાં દેડકાં જોવા મળતાં લોકોમાં ભારે કુતુહુલ સર્જાયું

માદા દેડકીને આકર્ષવા માટે નર દેડકો કલર બદલી પીળા ચળકતો રંગ ધારણ કરે છે

સામાન્ય રીતે આ પીળા રંગનાં દેડકાં ચોમાસાનાં પ્રારંભ સાથે જ નજરે પડતા હોય છે,જે સામાન્ય છે

આણંદ,
આણંદ શહેરમાં ગત રાત્રિના સુમારે પોણા બે ઈંચ વરસાદ ખાબકતાં ખુલ્લા મેદાનોમાં વરસાદી પાણી ભરાવાનાં કારણે દેડકાનું ડ્રાંઉં ડ્રાંઉં શરૂ થઈ ગયું છે. આણંદ શહેરમાં ભાલેજ રોડ ઉપર ઉમરીનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં ભરાયેલા વરસાદી પાણીમાં પીળા ચળકતા રંગના નર દેડકા જોવા મળતા લોકોમાં અચરજ જોવા મળ્યું હતું, અને બાળકો કુતુહલ વસ પીળા દેડકાં જોવા ઉમટી પડ્યા હતા.આણંદ શહેરમાં ઉમરીનગર વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીમાં પીળા રંગના દેડકા જોવા મળતા લોકોમાં અચરજ જોવા મળ્યું હતું, સામાન્ય રીતે ભૂખરા રંગના દેડકાંઓ જોવા મળે છે, પરંતુ પીળા ચળકતા રંગના નર દેડકા ભાગ્યેજ જોવા મળતા હોય છે.

ઉમરીનગર વિસ્તારમાં એકી સાથે ચળકતા પીળા રંગના નર દેડકા મોટી સંખ્યામાં પાણીમા જોવા મળતા કુતુહલ પુર્વક લોકોના ટોળાં એકત્ર થઇ ગયા હતા. જીવદયા પ્રેમીઓનાં કહેવા મુજબ વરસાદની સાથે જ દેડકાનો સંવનન કાળ શરૂ થતો હોવાથી નર દેડકા દેડકીને આકર્ષવા બહાર નિકળે છે.આ અંગે આણંદનાં નેચર હેલ્પ ફાઉન્ડેશનનાં પશુ-પક્ષી જીવ પ્રેમી રાહુલ સોલંકીએ જણાવ્યું હતુંકે પીળા રંગનાં દેડકાં એ દેશી દેડકાં જ છે, જે બુલફ્રોગ તરીકે ઓળખાય છે. એ તળાવ કે અન્ય સ્થળે પાણીમાં બનાવેલી બખોલમાં રહે છે,અને વરસાદનાં પ્રારંભ સાથે બહાર આવે છે.

મોટાભાગે આ દેડકાં નિશાચર હોવાનાં કારણે માત્ર રાત્રે નિકળતાં હોઈ દિવસે નજરે પડતા નથી પરંતુ ચોમાસામાં વરસાદનાં પ્રારંભ સાથે દેડકાઓનો પ્રજનનકાળ શરૂ થતો હોય છે,એટલે આ દેડકાં બહાર આવતા હોય છે અને પોતાનાં મોઢામાં આવેલા ભુરા રંગનાં બે ફુગ્ગાઓમાં હવા ભરીને અવાજ કરે છે. જેનાંથી માદા આકર્ષાય છે. સામાન્ય રીતે આ પીળા રંગનાં દેડકાં ચોમાસાનાં પ્રારંભ સાથે જ નજરે પડતા હોય છે,જે સામાન્ય છે. માદા દેડકીને આકર્ષવા માટે નર દેડકો કલર બદલી પીળા ચળકતો રંગ ધારણ કરે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.