યુપીમાં સૌથી લાંબા સમય સુધી રાજ્યપાલ રહ્યા આનંદીબેન પટેલ
લખનૌ, આનંદીબેન પટેલ સૌથી લાંબા સમય સુધી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રહેવાની રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મોદી સરકારમાં સૌથી વધારે સમય સુધી રાજ્યપાલના પદ પર રહેનારા એક માત્ર રાજ્યપાલ છે. ઉત્તરપ્રદેશમાં અમુક એવા રાજ્યપાલ પણ હતા જેઓ ફકત ૪ દિવસ અથવા ૩૩ દિવસ જ પદ પર રહ્યા.
આનંદીબેન પટેલ ૭ ઓગસ્ટ, ર૦૧૬ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું ત્યાર બાદ મોદી સરકારે ર૩ જાન્યુઆરી ર૦૧૮ના રોજ તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ નિયુક્ત કર્યા. આ પદ પર તેઓ ર૯ જુલાઈ સુધી રહ્યા.
આનંદીબહેન પટેલને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ ર૯ જુલાઈ ર૦૧૯ના રોજ તત્કાલિન રાજ્યપાલ રામ નાઈકનો કાર્યકાળ ખતમ થયા બાદ નિયુક્ત કર્યા હતા. તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ ર૯ જુલાઈ ર૦ર૪ના રોજ સમાપ્ત થઈ ગયો. જો કે, તેમની નિયુક્તિના આદેશમાં ઉલ્લેખ કર્યો હતો કે, પાંચ વર્ષ અથવા આગામી રાજ્યપાલની નિયુક્ત સુધી આ પદ પર બન્યા રહેશે. આ જ કારણે તેઓ હજુ સુધી રાજ્યપાલ પદ સંભાળી રહ્યા છે. ગણતંત્રની સ્થાપના બાદ ઉત્તરપ્રદેશના છઠ્ઠા રાજ્યપાલ બેઝવાડા ગોપલ રેડ્ડીએ પ વર્ષ અને ૬૦ દિવસ સુધી આ પદ પર કામ કર્યું હતું.
આનંદીબેન પટેલે તેમનો રેકોર્ડ તોડી નાંખ્યો તેઓ સતત પ વર્ષ અને ૧૬૬ દિવસથી રાજ્યપાલ છે. મોદી સરકારમાં અત્યાર સુધીમાં જેટલા પણ રાજ્યપાલ નિયુક્ત કર્યા છે તેમાં આનંદીબહેન પટેલ જ સૌથી વધારે સમય સુધી આ પદ પર રહેવાનો અવસર મળ્યો છે. જો તેઓ ર૩ જુલાઈ ર૦રપ સુધી આ પદ પર રહેશે તો ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકેનો તેમનો કાર્યકાળના ૬ વર્ષ પૂરા થઈ જશે.