Western Times News

Gujarati News

કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ મહામંત્રની ર૧૮મી જયંતીની ઉજવણી કરવામાં આવી

સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાથી ગૌ હત્યાદિ પાપો પણ નાશ પામે છે- સાધુ પ્રેમવત્સલદાસજી

અમદાવાદ:તા. રર-૧૨-૨૦૧૯ રવિવાર માગશર વદ એકાદશી ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની (Anandpriyadasji Swami, Mahant Kumkum mandir, Maninagar, Ahmedabad) નિશ્રામાં સ્વામિનારાયણ મહામંત્રની ર૧૮ મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી હતી. ત્યારબાદ મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સૌ કોઈ સ્વામિનારાયણ મંત્રજાપ કરનાર સુખ અને શાંતિને પામે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી આ પ્રસંગે ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વચનામૃત રહસ્યાર્થપ્રદીપિકા ટીકા ગ્રંથની કથા કરવામાં આવી હતી. અંતમાં મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સ્વામિનારાયણ મંત્રની જયંતી પ્રસંગે આશીર્વચન પાઠવ્યા હતા. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્વામિનારાયણ મહામંત્ર અંગે જણાવ્યું હતું કે, આજથી ર૧૮ વર્ષ પૂર્વે સહજાનંદ સ્વામીએ સંવત્ ૧૮પ૮ ના માગશર વદ – એકાદશીના રોજ ફણેણી ગામમાં પોતાના આશ્રિતોને મંત્ર જાપ માટે ‘‘ સ્વામિનારાયણ ’’ નામ આપ્યું હતું.

સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાથી ગૌ હત્યા, બાળ હત્યા, સ્ત્રી હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ આદી અનેક મોટા – મોટા પાપનો ક્ષય થાય છે.,   સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાથી ભૂત – પ્રેત ભૂસેટીને ભાગી જાય છે.,  સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાથી યમદૂત પણ નાશી જાય છે.,   સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાથી કામ,ક્રોધાદિ દોષો ટળી જાય છે.,   સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાથી ભગવાનના દિવ્યાતિદિવ્ય અક્ષરધામના, દર્શન થાય છે.,

સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાથી આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય છે.,   સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાથી ગમે તેવી મુશ્કેલમાં પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તત્કાળ આવીને આપણી સહાય કરે છે.,  સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાથી શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણી સામે આવીને તત્કાળ પ્રગટ આવીને દર્શન આપે છે. તેથી આપણે સહુ કોઈએ સુખી થવા માટે સ્વામિનારાયણ મહામંત્ર નો જાપ અવશ્ય કરવો જાઈએ. સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.