આણંદનો પરિવાર ર૦ વર્ષથી ચૈત્રમાં લીમડાના મહોરનું પાણી નિઃશુલ્ક આપે છે
(એજન્સી)સાણંદ સાણંદનો એક પરીવાર છેલ્લા વીસ વર્ષથી ચૈત્ર મહીનો શરૂ થતા જ લીમડાના મહોરનું પાણી વહેલી સવારે ઉઠી ઘરેથી બનાવી બગીચાઓમાં ચાલવા આવતા લોકોને નિઃશુલ્ક પીવડાવે છે. ચૈત્ર મહીનામાં લીમડાનો મોર શરીર માટે ગુણકારી હોવાથી ચાલુ વર્ષે પણ અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં આખો પરીવાર વહેલી સવારે આ સેવા કરી રહયો છે.
સાણંદના મનુભાઈ બારોટનો પરીવારે પંદર વર્ષ સુધી સાણંદમાં નળસરોવર ચોકડી પાસે ઉભા રહીને ચૈત્ર માસમાં લીમડાના મહોરનું પાણી પીવડાવતો હતો જયારે હવે બાળકો મોટા થતા તેમના અભ્યાસ માટે અમદાવાદમાં રહેવા આવ્યા, અહીયા પણ તેઓ ગામડેથી લીમડો લાવીને વહેલી સવારે ઉઠી આખો પરીવાર સાથે મળી લીમડાના મહોરનું પાણી તૈયાયર કરે છે.
છેલ્લા પાંચ વર્ષથી પ્રહલાદનગર ગાર્ડનની બહાર ચાલવા આવતા લોકોને નિઃશુલ્ક પીવડાવે છે. મનુભાઈ બારોટનું કહેવું છે કે ફાગણના અંતમાં અને ચૈત્રની શરૂઆતનો સમયગાળો એટલે લીમડામાં ફલાવરીગની સીઝન નવા પાંદડા અને પુષ્પો સાથે એ મહોર ઉઠે છે. લીમડાના ઝીણા પુષ્પગુચ્છને મહોર કહેવાયય છે. કે ઋગ્વેદકાળથી અ-ત્યાર સુધી ચર્મવિકારોમાં લીમડો વપરાતો આવ્યો છે.
લીમડાનો આહાર- ઔષધ તરીકે ઉપયોગ કરાય તો એ પચવામાં લઘુ એટલે કે હળવો છે. લીમડાના સેવનથી વાયયુનો પ્રકોપ અને પિત્ત એટલે કે દાહ થતી હોય તો રાહત મળે છે. લીમડો સ્વાદે અને સુગંધે કડવો હોય છે. એટલે અહદ મન ને ગમતો નથી પણ શ્રમહર કે કડવો હોવાથી જ અરૂચી, તાવ અને પિત્તજ ખાંસી ને પણ દુર કરે છે. કે આંખના રોગ પિત્ત અને કફ ના સંચયથી થતાં હોય છે.
જેને લીમડો દુર કરે લીમડાના મહોરનું પાણી ડાયાબીટીસના દર્દીઓ માટે અમૃત સ્વરૂપ છે. લીમડો આજના સમયમાં કલ્પવૃક્ષ છે જે ઈચ્છો એ આપે છે.