Western Times News

Gujarati News

T20 વર્લ્ડકપ માટે અમેરિકાની ટીમમાં આણંદનો મોનાંક પટેલ કેપ્ટન

(એજન્સી)વોશિંગ્ટન, ક્રિકેટ ચાહકો આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે ટી-ર૦ વર્લ્ડ યુનાઈટેડ સ્ટેટ્‌સ આૅફ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ૧ જૂનથી ૨૯ જૂન સુધી રમાશે.

અમેરિકાએ પણ ટી૨૦ વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. યુએસએની ૧૫ સભ્યોની ટીમનું નેતૃત્વ મોનાંક પટેલ કરશે. મોનાંકનો જન્મ ગુજરાતના આણંદ શહેરમાં થયો હતો. મોનાંકે અંડર-૧૯ સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ બાદમાં અમેરિકા આવી ગયો હતો. Gujarat Anand’s Monak Patel captains USA squad for T20 World Cup

મોનાંક પટેલ ઉપરાંત ભારતીય મૂળના અન્ય ઘણા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જોકે, ઉન્મુક્ત ચંદને ટીમમાં સ્થાન મળ્યું નથી. ચંદની કેપ્ટનશીપમાં જ ભારતે ૨૦૧૨નો અંડર-૧૯ વર્લ્ડ કપ જીત્યો હતો. તે ટીમનો હિસ્સો રહેલા વિકેટકીપર બેટ્‌સમેન સ્મિત પટેલને પણ તક મળી નથી.

જમણા હાથના બેટ્‌સમેન મિલિંદ કુમારનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મિલિંદે ૨૦૧૮-૧૯ રણજી ટ્રોફી સીઝનમાં સિક્કિમનું પ્રતિનિધિત્વ કરતી વખતે ૧૩૩૧ રન બનાવ્યા હતા. આ પછી તેણે ત્રિપુરાનું પ્રતિનિધિત્વ પણ કર્યું. આ પછી તે ફરી સારી તકોની શોધમાં અમેરિકા ગયો. ૨૦૨૧ માં યુએસ ડેબ્યૂ કરતા પહેલા તેણે ૈંઁન્માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

મુંબઈના ભૂતપૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર ??હરમીત સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. મુંબઈમાં જન્મેલા ૩૧ વર્ષના આ ખેલાડીએ ૨૦૧૨ના અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ૨૦૧૩માં રાજસ્થાન રોયલ્સ અને ત્રિપુરા માટે સ્થાનિક ક્રિકેટમાં ભાગ લીધો હતો. ભારત માટે અંડર-૧૯ વર્લ્ડ કપ ટીમમાં રમનાર સૌરભ નેત્રાવલકર પણ અમેરિકાની ટીમમાં છે. તે ૨૦૧૦માં અંડર-૧૯ વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતો, જેમાં કેએલ રાહુલ, જયદેવ ઉનડકટ અને મયંક અગ્રવાલનો સમાવેશ થતો હતો.

ટીમમાં અન્ય એક જાણીતો ચહેરો ન્યૂઝીલેન્ડનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કોરી એન્ડરસન છે, જેણે ૨૦૧૫ વન-ડે વર્લ્ડ કપ સાથે ૨૦૧૪ અને ૨૦૧૬ ટી-૨૦ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ૨૦૨૩માં અમેરિકા ગયો અને ગયા મહિને કેનેડા સામેની ટી-ર૦ મેચમાં અમેરિકા માટે ડેબ્યૂ કર્યું હતું. પાકિસ્તાનમાં જન્મેલા ફાસ્ટ બોલર અલી ખાન પણ ટીમમાં સામેલ છે, જેને ૨૦૨૦માં કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. અમેરિકા કેનેડા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. તેને ભારત, પાકિસ્તાન અને આયરલેન્ડની સાથે ગ્રુપ છમાં રાખવામાં આવ્યું છે.

ટી-ર૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે અમેરિકાની ટીમ ઃ મોનાંક પટેલ (કેપ્ટન/વિકેટકીપર), એરોન જોન્સ (વાઈસ-કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ, કોરી એન્ડરસન, અલી ખાન, હરમીત સિંહ, જેસી સિંહ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતિશ કુમાર, નોશતુશ કેનઝિગે, સૌરભ નેત્રાવલકર, શેડલી વાન શલ્કવિક, સ્ટીવન ટેલર, શાયન જહાંગીર.
રિઝર્વ ખેલાડીઓ ઃ ગજાનંદ સિંહ, જુઆનોય ડ્રિસ્ડેલ, યાસિર મોહમ્મદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.