આણંદની પ્રિન્સ પાર્થ ફિલ્મસ ની ૨૫મી ફિલ્મ “ગુજજુ ગોલમાલ” ફ્લોર પર
(પ્રતિનિધિ) નડીઆદ, પ્રિન્સ પાર્થ ફિલ્મસ આણંદના જાણીતા ગુજરાતી અને હિન્દી ફિલ્મના પ્રોડ્યુસર શૈલેષ શાહ ની ૨૫મી ફિલ્મ ગુજ્જુ ગોલમાલ નું શૂટિંગ ચાલી રહ્યું છે આ અગાઉ પ્રિન્સ પાર્થ ફિલ્મસના પ્રોડ્યુસર શૈલેષ શાહે ૨૦૧૩ થી ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું હતું અત્યાર સુધી ૨૪ ફિલ્મો બનાવી જેમાં ઓઢણી પ્રતિશોધ, લેેડી દબંગ, વહાલનો વારસદાર, રૂપિયો નાચ નચાવે, લેખ સુહાણના, સાજણ તારી પ્રીત, આણંદ થી અમેરિકા, બાવરી, જલસા કર, વિજયપથ, નવરી બજાર, ભૂત અદભુત, સંબોધો માં ખાલી જગ્યા, બખડજંતર, શું તમે કુવારા છો, ચક્રવ્યુ, વાયડી ફેમિલી, દિલને તુજે ચાહા, વહાલી બા, બાબલાની બબાલ, જેવી સુંદર ફિલ્મો બનાવી છે અને હવે ૨૫ ફિલ્મ ગુજજુ ગોલમાલ નું હાલમા શુટિંગ ચાલુ છે અને ૨૬ મી ફિલ્મ ૧૪ ફેબુ્રઆરીથી નવરી બજાર-૨ અને હિતીયાનું હનીમુન નું શૂટિંગ ચાલુ થવાનું છે