અનંત અંબાણી અજય દેવગનના ઘરે લગ્નનું કાર્ડ આપવા ગયા
મુંબઈ, મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અંબાણી પરિવારે લગ્નના આમંત્રણ કાર્ડનું વિતરણ પણ શરૂ કરી દીધું છે.નીતા અંબાણીએ ૨૪ જૂને કાશી વિશ્વનાથ મંદિરમાં આ કાર્ડ આપ્યું હતું.
જે બાદ અંબાણી પરિવારે કાર્ડનું વિતરણ શરૂ કરી દીધું છે. અનંત અંબાણી પોતે બોલિવૂડ એક્ટર અજય દેવગનના ઘરે તેમના લગ્નનું કાર્ડ આપવા ગયા હતા.
અજય દેવગનના ઘરેથી બહાર આવતા અનંતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અનંત અંબાણી પોતે અજય દેવગન અને કાજોલના ઘરે તેમને આમંત્રણ આપવા માટે પોતે ખુદ ગયા હતા. અજય દેવગનના ઘર શિવશક્તિમાંથી બહાર આવતા અનંતનો એક વીડિયો સામે આવ્યો છે. અનંત ટાઈટ સિક્યોરિટી સાથે હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ૧૨ જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.
આ લગ્ન ર્ત્નૈ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર મુંબઈમાં થવા જઈ રહ્યા છે. મહેમાનોને ‘સેવ ધ ડેટ’ આમંત્રણો, ત્રણ દિવસીય ફંક્શનની તમામ વિગતો સાથેનું પરંપરાગત લાલ અને ગોલ્ડ કાર્ડ મળવાનું શરૂ થઈ ગયું છે. ૧૨ જુલાઈથી લગ્નની વિધિઓ શરૂ થશે. પહેલા શુભ વિવાહ થશે.
જેનો ડ્રેસ કોડ પરંપરાગત છે. ૧૩મી જુલાઈ એ શુભ આશીર્વાદનો દિવસ હશે અને ડ્રેસ કોડ ઈન્ડિયન ફોર્મલ છે. ૧૪મી જુલાઈના રોજ મંગલ ઉત્સવ અથવા લગ્નનું રિસેપ્શન હશે અને ડ્રેસ કોડ ભારતીય ચિક છે. આ તમામ ફંક્શન બીકેસીમાં જીયો વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કરવામાં આવશે. અનંત અને રાધિકાએ આ વર્ષે થોડાં સમય પહેલા વંતારા ખાતે ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું.
આ ફંક્શનમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાને પણ સાથે પરફોર્મ કર્યું હતું. આટલું જ નહીં રિહાનાએ ખાસ પરફોર્મન્સ પણ આપ્યું હતું. પંજાબી ગાયક દિલજીત દોસાંઝે પણ એક દિવસ પરફોર્મ કર્યું હતું.SS1MS