અનન્યા બિરલા જેણે સંગીતને અલવિદા કહ્યું
મુંબઈ, સોશિયલ મીડિયાથી લઈ દરેક બાજુ સિંગર અનન્યા બિરલા ચર્ચામાં છે.જેમણે અચાનક સંગીતની દુનિયાને અલવિદા કહેવાની જાહેરાત કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. ત્યારબાદ ચર્ચા શરુ થઈ ગઈ છે આખરે આ સિંગર અનન્યા બિરલા કોણ છે.
અનન્યા બિરલા બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાની દિકરી છે. જેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કહ્યું કે, સંગીતની દુનિયા છોડી રહી છું, પોસ્ટમાં એ પણ જણાવ્યું કે, બિઝનેસ અને મ્યુઝિક કરિયરને સાથે સંભાળવું તેના માટે મુશ્કિલ બની રહ્યું હતુ.
અનન્યા બિરલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ નોટમાં લખ્યું ક્યારે ન ભુલાવનારી યાદ.. તમારા પ્રેમ માટે ધન્યવાદ, આ સૌથી મુશ્કિલ નિર્ણય રહ્યો છે. હું એ સ્ટેજ પર પહોંચી ગઈ છું. જ્યાં મારા દ્વારા ચાલનાર અને બનાવેલા બંન્ને વ્યવસાયો સંગીતમાં સંતુલન બનાવવાનું અસંભવ થઈ રહ્યું છે. આ પોસ્ટને શેર કર્યા બાદ ચાહકો અને સેલિબ્રિટીએ રિએક્શન આપ્યું છે.જેમાં ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ લખ્યું, લવ યુ સો મચ.
સિંગર અરમાન મલિકે લખ્યું આ સાંભળી ખુબ દુખ થાય છે પરંતુ તેમ આમ કરતા રહો. તમારા તમામ સપના અને ભવિષ્યના પ્રયાસો તેમજ વધારે શક્તિ આપે.આ સિવાય અભિનેતા બોબી દેઓલે લખ્યું, તમે જિંદગીમાં જે પણ કરો તેના માટે બેસ્ટ ઓફ લવ, ગોડ બ્લેસ યુ, અનન્યા બિરલાએ તેરી મેરી કહાની, હિન્દુસ્તાની વે અને બ્લેકઆઉટ જેવા ગીત ગાયા છે.
જ્યારે તેના ઈનસ્ટાગ્રામ પર ૩૭૭દ્ભ ફોલોઅર્સ છે.અનન્યાએ તેની સંગીત કારકિર્દી વર્ષ ૨૦૧૬ માં શરૂ કરી હતી. તેના ચાહકો પણ મોટી સંખ્યામાં હતા. બોલિવુડના અનેક ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે.SS1MS