અનન્યાએ શેનેલની પ્રથમ ઇન્ડિયન બ્રાન્ડ એમ્બેસેડર બનીને ઇતિહાસ રચ્યો

મુંબઈ, અનન્યા પાંડેને મંગળવારે ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ શેનેલની પહેલી ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવી છે. ૨૬ વર્ષની અનન્યા આ બ્રાન્ડની એક માત્ર બ્રાન્ડ એમ્બેસેડર છે. ૧૯૧૦માં ગેબ્રિઅલ કોકો શેનેલ દ્વારા આ બ્રાન્ડની શરૂઆત કરવામાં આવી હતી.આ બાબતે અનન્યાએ પણ એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં તેણે આ જાણીતી બ્રન્ડનો ચહેરો બનવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
તેણે લખ્યું, “વ્યક્તિગત રીતે આઝાદીનો અનુભવ કરાવે, વ્યક્તિને તેનાં વ્યક્તિત્વને હિંમતભેર કાલાતીત સુંદરતા સાથે સ્વીકારવા માટે સશક્ત બનાવે છે.” આ સાથે અનન્યાએ શેનેલ સાથે પોતાનો નાતો કેટલો જૂનો છે, તે અંગે પણ પોતાની ઇસ્ટાગ્રામ પોસ્ટમાં વાત કરી હતી.
પોતાની પોસ્ટની કૅપ્શનમાં તેણે લખ્યું, “શેનેલ સાથેની મારી સફર માટે ઉત્સુક છું અને અતિ ઋણી છું. ભારત માટે અને ભારતમાંથી સૌ પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર. સપનાંઓ ખરેખર સાકાર થાય છે.”અનન્યા પાંડેને આવકારતાં શેનેલ દ્વારા પણ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં તેમણે અનન્યા જે મુલ્યો ધરાવે છે, તેના મહત્વને પણ ભાર આપ્યો છે. આ નિવેદન મુજબ, “અનન્યા એક એવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જે બદલાતા રસ-રુચિઓ અને પોતાની અલગ ઓળખ ધરાવે છે, જે પોતાની જિજ્ઞાસાઓ સાથે દુનિયામાં ફરે છે. તેનાં મૂલ્યો શેનેલ સાથે સુસંગત છે, જેનાં કારણે તે અમારા પરિવારનું પ્રતિનિધિત્વ કરવા માટે યોગ્ય પસંદ બની છે.”
આ પહેલાં અનન્યા ગયા વર્ષે પેરિસ ફેશન શોમાં શેનેલ સ્પ્રિંગ સમર શોમાં હાજર રહી હતી. તેણે પેરિસ ફેશન વીકમાં રાહુલ મિશ્રાનાં સુપરહિરોઝ કલેક્શનનો ડ્રેસ પહેરીને રૅમ્પ વાક કર્યું હતું. અનન્યાની ફિલ્મોની વાત કરવામાં આવે તો ‘કેસરી ચેપ્ટર ૨’ માં તે એક વકીલનો રોલ કરતી જોવા મળશે, તેમાં તે અક્ષય કુમાર અને આર.માધવન સાથે કામ કરી રહી છે.SS1MS