Western Times News

Gujarati News

એશિયાના ટોચના ૩૦ સ્ટાર્સમાં અનન્યા-ઈશાનનો સમાવેશ થયો

મુંબઈ, નવી પેઢીના બોલિવૂડ સ્ટાર્સમાં અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરે મોખરાનું સ્થાન મેળવ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં તેમણે પસંદ કરેલી ફિલ્મો તથા અન્ય પ્રોજેક્ટ્‌સના કારણે ઈન્ડસ્ટ્રીમાં તેમનું કદ સતત વધી રહ્યું છે. સફળ પ્રોજેક્ટ અને મોટા ફેન બેઝના કારણે અનન્યા અને ઈશાનને ‘ફોર્બ્સ ૩૦ અંડર ૩૦ એશિયા’ લિસ્ટમાં સ્તાન અપાયું છે.

ફોર્બ્સના લિસ્ટમાં અનન્યાના પરિચયમાં કહેવાયું હતું કે, વર્ષ ૨૦૧૯માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’થી તેણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું. ૧૧ ફિલ્મોમાં તેમે કામ કરેલું છે. રોમેન્ટિક કોમેડી અને થ્રિલર સહિત વિવિધ જોનરમાં તેમણે કામ કર્યું છે.

એપ્રિલમાં અનન્યાને જાણીતી લક્ઝરી બ્રાન્ડ ‘ચેનલ’ની પહેલી ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરાઈ હતી. એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા પાસે ઈન્સ્ટાગ્રામ પર ૨૬ મિલિયન ફોલોઅર્સ છે. અનન્યાએ તાજેતરમાં લેકમે કોમો દરમિયાન ‘ચેનલ’ના ક્›ઝ ૨૦૨૫-૨૬ શોમાં ભાગ લીધો હતો. અનન્યા છેલ્લે અક્ષય કુમાર સાથે બાયોગ્રાફિકલ ડ્રામા ‘કેસરી ૨’માં જોવા મળી હતી.

આગામી સમયમાં ‘કોલ મી બે ૨’ અને ‘ચાંદ મેરા દિલ’ રિલીઝ થવાની છે. અનન્યા અને ઈશાને અગાઉ ૨૦૨૦માં ‘ખાલી પીલી’માં સાથે કામ કર્યુ હતું. ઈશાન ખટ્ટરની ‘ધ રોયલ્સ’ તાજેતરમાં રિલીઝ થઈ છે. ઈશાન અંગે ફોર્બ્સમાં જણાવાયું હતું કે ઈશાન ખટ્ટર બોલિવૂડ અને હોલિવૂડમાં એ-લિસ્ટર સ્ટાર બનવાની તૈયારીમાં છે. તેની પહેલી પહેલી ઈન્ડિ-હિન્દી ડ્રામા ‘બીયોન્ડ ધ ક્લાઉડ્‌સ’ હતી.

આ ફિલ્મે ૨૦૧૯માં ઈશાનને બેસ્ટ મેલ ડેબ્યુનો ફિલ્મ ફેર એવોર્ડ અપાવ્યો હતો. ઈન્ટરનેશનલ ફિલ્મ એકેડમી દ્વારા પણ પણ બેસ્ટ મેલ એક્ટર ડેબ્યુ એવોર્ડ તેને મળ્યો હતો. ૨૦૨૦માં નેટફ્લિક્સ પર ઈશાનની ‘એ સુટેબલ બોય’ રિલીઝ થઈ હતી.

ગત વર્ષે નિકોલ કિડમેન સાથે ‘ધ પરફેક્ટ કપલ’માં ઈશાને કામ કર્યુ હતું. ઓટીટી પર સ્ટ્રીમ થઈ રહેલા ‘ધ રોયલ’માં ઈશાનના ખૂબ વખાણ થયા છે. ઈશાનની ‘હોમબાઉન્ડ’નું કેન્સ ફિલ્મ ફેસ્ટિલવમાં પ્રીમિયર થવાનું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.