અનન્યા પાંડે અને વિહાન સમ્રાટને ટ્રોલ થવાનો ડર હતો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/Ananya-And-Vihan-1024x576.jpg)
મુંબઈ, તાજેતરમાં અનન્યા પાંડેની વેબ સિરીઝ ‘કાલ મી બૅ’ રિલીઝ થઈ છે, જેમાં અનન્યા પાંડે દિલ્હીની એક સોશિયલાઇટનો રોલ કરે છે, જેને બધું જ છોડીને મુંબઈ જતાં રહેવું પડે છે અને લાઇફ નવેસરથી શરૂ કરવી પડે છે.
આ સમગ્ર વેબ સિરીઝમાં કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હાત્રાના લગ્ન વખતનો એક સીન પોતાના લગ્નના સીનમાં રીક્રિએટ કરતાં જોવા મળે છે, તેમનો આ સીન ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં પણ ઘણો વાયરલ થયો છે. પરંતુ આ સીન અંગે અનન્યા અને વિહાન બંને મૂંઝવણમાં હતાં.
તેઓ આ સીનની તૈયારી કરતાં હતાં ત્યારે તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાનો ડર હતો. સિરીઝમાં એક એવો સીન છે, જેમાં અનન્યાનું પાત્ર બૅ વિહાનના પાત્ર અગત્સ્ય ચૌધરી સાથે લગ્ન કરે છે, ૨૦૨૨માં જ્યારે કિઆરા અને સિદ્ધાર્થના લગ્ન થયા ત્યારે કિઆરાએ પણ એક દોરડું ખેંચીને સિદ્ધાર્થ તરફ જઈ રહી હોય એ રીતે તે ડાન્સ કરતી સિદ્ધાર્થ તરફ જાય છે અને સિદ્ધાર્થ ઘડિયાળમાં જોતો હોય છે.
આ જ સીન અનન્યા અને વિહાન પણ કરતાં દેખાયા. આ દૃશ્ય અંગે વાત કરતા વિહાને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું,“આ સીન માટે અમે બધાં ઘણા નર્વસ હતાં.
આ સીન એટલો લોકપ્રિય હતો કે તેમાં કોઈ ભુલનો અવકાશ નહોતો. તો મેં જ્યારે પહેલી વખત આ સીન જોયો ત્યારે હું પ્રભાવિત થઈ ગયો હતો કે તે કેટલો સરસ રીતે ફિલ્માવાયો હતો.” આ સીન અંગે તેમને ટ્રોલ થવાનો ડર હતો, જે બાબતે વિહાને કહ્યું,“જ્યારે શો રિલીઝ થયો ત્યેરે પણ અમને મુંઝવણ હતી કે અમને આ સીન માટે ટ્રોલ કરવામાં આવશે. પરંતુ દર્શકોએ અમને તેનો પણ ઘણો સારો પ્રતિસાદ આપ્યો.”
સિદ્ધાર્થે આ સીનને તેમના તરફથી સીનિયર કલાકારોને આપેલું માન ગણાવ્યું હતું. તેણે કહ્યું,“આ શોનો મારો સૌથી ગમતો સીન છે. આખા સીનના શૂટ વખતે જાણે કોઈ સપનું જીવી રહ્યા હો એવું લાગતું હતું. મને વ્યક્તિગત રીતે પણ સિદ્ધાર્થ અને કિઆરા બહુ ગમે છે. તેથી તેમનો આઇકોનિક સીન ફરી ક્રિએટ કરવો એ પણ ખાસ વાત હતી. આ શોને મળેલો બધો જ પ્રેમ હું બસ ધીરે ધીરે સ્વીકારી રહ્યો છું.”SS1MS