અનન્યા પાંડેને પરિવર્તન લાવવા માટેની પ્રેરણા દીપિકા પાસેથી મળી
મુંબઈ, અનન્યા પાંડેએ તેની ‘ગહેરાઇયાં’ની કો-સ્ટાર દીપિકા પાદૂકોણને એક પ્રેરણાદાઈ વ્યક્તિ ગણાવી છે, જે નમ્રતાપૂર્વક સેટના દરેક વ્યક્તિના હક માટે આગળ આવે છે. તાજેતરમાં અનન્યા એક રાઉન્ડ ટેબલ ચર્ચામાં હાજર રહી હતી. જેમાં તેણે આ વાતો કરી હતી.
૨૦૨૨માં શકુન બત્રાની ફિલ્મમાં તેની સાથે કામ કરવાના અનુભવને યાદ કરતા અનન્યાએ કહ્યું હતું કે દીપિકાએ તેને આત્મવિશ્વાસ પૂર્વક પોતાના મનમાં જે હોય એ વાત બોલવામાં મદદ કરી હતી.
અનન્યાએ કહ્યું, “જ્યારે પણ કોઈ છોકરી બોલવાની કોશિશ કરે ત્યારે તેને બોસી કહેવામાં આવે છે, અથવા લોકોને તેની સાથે કામ કરવામાં તકલીફ પડે છે, પરંતુ એ પોતાની વાત નમ્રતાથી અને કાળજીપૂર્વક કહેતી હતી, તેનાથી મને અહેસાસ થયો કે તમે એક ચોક્કસ રીતે આવું કરી શકો છો.”
આગળ અનન્યાએ કહ્યું કે દીપિકા સાથે કામ કરીને તે પોતાની પસંદગી બાબતે વધુ ચોક્કસ રહેવા માટે સશક્ત બની છે. અનન્યાએ કહ્યું, “દીપિકાએ મને એક યંક એક્ટ્રેસ તરીકે આગળ જઇને પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપી. હવે જ્યારે હું અમુક કામ કરવામાં સહજ ન અનુભવતી હોય તો એ સ્પષ્ટ કહી દઉં છું.
કારણ કે હું નથી ઇચ્છતી કે યુવાન છોકરીઓ સાથે મને જે રીતે મોટા પડદે બતાવે છે એ રીતે કોઈ વાસ્તવિક જીવનમાં વાત ન કરી શકે.”અનન્યા સાથે આ ચર્ચામાં રીચા ચઢ્ઢા, પાર્વતી થિરુવોથુ, ફિલ્મમેકર્સ બત્રા, નિખિલ અડવાણી, લેખિકા ઇશિતા મોઇત્રા અને પ્રાઇમ વીડિયોના ઇન્ટરનેશનલ ઓરીજિનલ્સના પ્રોડક્શન હેડ સ્તુતિ રામચંદ્ર સહીતના લોકો હતા.SS1MS