અનન્યા પાંડેની ચિંતા, ઓડિયન્સ મારાથી કંટાળી જશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/Ananya.webp)
કાલ મી બૅમાં એક અતિ ધનાઢ્ય પરિવારની છોકરીની વાત છે
‘સીટીઆરએલ’ અને ‘કાલ મી બૅ’ના કારણે લોકો સતત મને જોઈને કંટાળી જશે તેવી બીક હતીઃ અનન્યા પાંડે
મુંબઈ,
અનન્યાએ થિએટર રિલીઝ ઉપરાંત ગત વર્ષે એક વેબ સિરીઝ અને ઓટીટી ફિલ્મ કરી હતી. ‘કાલ મી બૅ’ અને ‘સીટીઆરએલ’. આ બંને શોમાં તેનો રોલ મહત્વનો હતો તેમજ તેની કૅરિઅરમાં પણ ઓટીટી ફિલ્મ- શો મહત્વના પડાવ માનવામાં આવે છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં અનન્યાએ ખુલાસો કર્યાે છે કે તેને સતત સ્ક્રિન પર જોઈને લોકો કદાચ કંટાળી જશે અને રિસ્પોન્સ આપવાનું છોડી દેશે, તેવો તેને ડર હતો. અનન્યા કહે છે, “આ બંને શોમાં મારું મુખ્ય પાત્ર હતું. સીટીઆરએલમાં પણ દરેક સીનમાં હું છું. હું એ વિચારે નર્વસ થઈ ગઈ હતી કે, શું લોકોને એ ગમશે, શું તેઓ મારાથી કંટાળી જશે, તેમને મને જ દરેક સીનમાં જોવી નહીં ગમે?”
જોકે, આ બંને શોને ઘણો સારો પ્રતિસાદ મળ્યો અને તેમાં તેના પાત્ર તેમજ અભિનયના વખાણ પણ થયાં છે.
કાલ મી બૅમાં એક અતિ ધનાઢ્ય પરિવારની છોકરીની વાત છે, જે પોતાની અલગ ઓળખ બનાવે છે. તેમાં હાસ્ય અને મનોમંથન સાથે જીવનની વાસ્તવિકતા અને કટાક્ષની વાત કરવામાં આવી છે. “આ શોનું હાસ્ય તેને જોનાર સમજી જાય છે અને તેમાં સમૃદ્ધ લોકો પર એક કટાક્ષ છે. મને લાગતું હતું કે લોકો તેને સમજી શકશે કે નહીં? અને તેમને એમાં હસવું આવશે કે નહીં?” વિક્રમાદિત્ય મોટવાણેએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘સીટીઆરએલ’માં પણ અનન્યા બિલકુલ નવા પ્રકારના રોલમાં જોવા મળી. આ એક અલગ પ્રકારની ટેન્કોલોજી આધારિત ફિલ્મ હતી. આ બંને સિરીઝ-ફિલ્મની વાર્તા અનન્યાની આસપાસ પરતી હોવા છતાં ઘણી અલગ હતી તેમજ તેને દર્શકોનો ઘણો સારો પ્રતિસાદ પણ મળ્યો છે. બંનેમાં અનન્યામાં એક કલાકાર તરીકે આવેલું પરિવર્તન પણ જોઈ શકાય છે. તેથી વિવેચકોએ પણ તેના આ નિર્ણયને આવકાર્યાે છે. ss1