યશરાજ ફિલ્મ્સની ‘સૈયારા’થી અનન્યાના ભાઈ અહાન પાંડેનું ડેબ્યુ

મુંબઈ, યશરાજ ફિલ્મ્સે વધુ એક નવા ચહેરાને લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. ‘આશિકી ૨’ બનાવનારા મોહિત સૂરી એક રોમેન્ટિક ફિલ્મ બનાવવામાં છે, જેમાં અનન્યા પાંડેનો ભાઈ અહાન ડેબ્યુ કરવાનો છે.
આ ફિલ્મ ‘સૈયારા’ને આ વર્ષે જુલાઈ મહિનામાં રિલીઝ કરવાની જાહેરાત થઈ છે. સ્ટાર કિડ હોવા છતાં અનન્યા પાંડેને સફળતા માટે વર્ષાે સુધી મહેનત કરવી પડી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનન્યાએ પગ જમાવ્યા પછી હવે તેનો ભાઈ અહાન પણ ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. ચંકી પાંડેના ભત્રીજા અહાનના ડેબ્યુ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. આખરે આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયું છે.
ફિલ્મની એનાઉન્સમેન્ટની સાથે યશરાજ ફિલ્મ્સે રિલીઝ ડેટ પણ નક્કી કરી લીધી છે. અહાન પાંડેની આગામી ફિલ્મનું નામ ‘સૈયારા’ છે. યશરાજ ફિલ્મ્સે ડાયરેક્શનની જવાબદારી મોહિત સૂરીને સોંપી છે.
૨૨ એપ્રિલે એક પોસ્ટ દ્વારા મેકર્સે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અહાન પાંડેને લાવવાની જાહેરાત કરી હતી. અહાનની આ ડેબ્યુ ફિલ્મમાં અનીત પડ્ડા લીડ રોલમાં જોવા મળશે. વેબ સિરીઝ ‘બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય’થી જાણીતી બનેલી અનીત અને અહાનની ઈન્ટેન્સ લવ સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળશે. ૧૮ જુલાઈએ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.
બોલિવૂડમાં સ્ટાર કિડ્સનું આગમન નવી વાત નથી. નવી પેઢીના સ્ટારકિડ્સમાં ઝુનૈદ ખાન, ખુશી કપૂર, ઈબ્રાહિમ અલી ખાન, સુહાના ખાન, અગત્સ્ય નંદાએ તાજેતરમાં ડેબ્યુ કર્યું છે. તેમની એક્ટિંગને ઓડિયન્સે ખાસ બિરદાવી નથી.
જો કે અનન્યાએ પણ શરૂઆતના વર્ષાેમાં ટીકાનો સામનો કર્યાે હતો. અનન્યાને એક્ટિંગ નહીં આવડતી હોવાનું ઘણા લોકો કહેતા હતા, પરંતુ ‘કેસરી ૨’ સાથે અનન્યાએ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. અહાનને પહેલી ફિલ્મથી જ સફળતા મળે છે કે પછી અનન્યાની જેમ લાંબો સમય રાહ જોવી પડે છે તે જોવું રહ્યું.SS1MS