Western Times News

Gujarati News

આશરે ૬૦૦ વર્ષથી વધુ જુનો ઈતિહાસ ધરાવે છે અનરકેશ્વર મહાદેવ મંદિર

(પ્રતિનિધિ) ભરૂચ, નરકના દ્વારથી મુક્તિ અપાવનાર શ્રી અનરકેશ્વર મહાદેવ મંદિર ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામની પશ્ચિમમાં પવિત્ર નર્મદા મૈયાના દક્ષિણ કિનારે ગામમાં આ મંદિર આવેલું છે.જ્યાં પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચ તેમજ સુરતના શ્રદ્ધાળુ દર્શનનો લાભ લે છે અને ધન્યતા પ્રાપ્ત કરે છે.

ચાલુ વર્ષમાં અધિક મહિનો છે.અનરકેશ્વર મહાદેવના દર્શન,પૂજા,અર્ચનાથી પાપ માંથી મુક્તિ મુક્ત થવાય છે કારણ ભગવાન શિવજી પ્રસન્ન થઈને યમરાજાને વરદાન આપેલું છે કે જે કોઈ મનુષ્ય પોતાના પાપોથી વ્યથિત થઈ અહીં સ્થાપિત શિવલિંગની પૂજા અર્ચના કરશે તેને તેના સઘળા પાપો માંથી મુક્તિ મળશે.

યમરાજાની તપસ્યાથી અહીં શિવ પ્રસન્ન થઈ યમરાજાને અહીં શિવલિંગ સ્થાપવા જણાવ્યું હતું.આમ પણ ઝઘડીયા તાલુકાને મોટો નર્મદા કિનારો મળ્યો છે.જ્યાં સેંકડો વર્ષ પુરાણા શિવ મંદિરો આશ્રમો જાેવા મળે છે,તે પૈકીના બે મોટા મંદિરો અનરકેશ્વર મહાદેવ મોટાસાંજા તથા ગુમાનદેવ મંદિર જે મુખ્ય છે.

શ્રાવણ માસમાં અહીં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લ્હાવો લેવા માટે આવે છે.અનરકેશ્વર મહાદેવ મંદિર મોટા સાંજામાં દેવેન્દ્રગીરી ગોસાઈ (બચુભાઈ) તેમની આ ૧૩ મી પેઢીના તેઓ વારસદાર છે જે અનરકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરે છે.અધિક શ્રાવણ માસ તથા શ્રાવણ માસ શિવ ભક્તિ માટે અતિ ઉત્તમ આવે છે.જેથી અધિક શ્રાવણ માસની શરૂઆતથી અનરકેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનાર્થે પહોંચી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.