Western Times News

Gujarati News

ચા વેચનારની પુત્રી વાયુસેનામાં ફ્‌લાઈંગ ઓફિસર બની ગઈ

નીમચ,  જો કંઈક કરવાની ઉત્કંઠા હોય, તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી. મધ્યપ્રદેશના નીમચમાં એક ચા વેચનારની પુત્રી દ્વારા આવું જ કંઈક કરવામાં આવ્યું છે. નામ અંચલ ગંગવાલ છે. નીમચમાં ચા વેચનારા સુરેશ ગંગવાલની પુત્રી આંચલ ગંગવાલ ભારતીય વાયુ સેનામાં ફ્‌લાઈંગ ઓફિસર બનવામાં સફળ થઈ છે. શનિવારે આંચલ સહિત ૧૨૩ કર્મચારીઓને એર ચીફ માર્શલ આરકેએસ ભાદોરિયાની હાજરીમાં ભારતીય વાયુસેનામાં કાર્યરત કરવામાં આવ્યા હતા.

પિતાએ આંચલ અને તેના ભાઈમાં ક્યારેય ભેદભાવ રાખ્યો નહીં. ભારતીય વાયુ સેનામાં જોડાતા પહેલા તેમની પાસે સરકારની નોકરીની બીજી બે તકો હતી, પરંતુ તેમણે દેશ માટે આ સેવા પસંદ કરી. બીજી સરકારી નોકરી પણ છોડી દીધી અને ભારતીય એરફોર્સમાં જોડાયા. બોર્ડની પરીક્ષામાં ૯૨ ટકા માર્કસ મેળવનારી આંચલના પિતા સુરેશ ગંગવાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તેમને તેમની પુત્રી આંચલ ગંગવાલ પર ગર્વ છે.

આંચલ ખૂબ પ્રતિભશાળી છે. બોર્ડની પરીક્ષામાં ૯૨ ટકાથી વધુ ગુણ મેળવ્યા હતા. ૨૦૧૩ માં ઉત્તરાખંડમાં દુર્ઘટના સર્જાઈ ત્યારે તેને એરફોર્સમાં જોડાવાની સૌથી મોટી પ્રેરણા મળી. ઉત્તરાખંડમાં જે રીતે વાયુસેનાએ બહાદુરીથી કામ કર્યું તેનાથી તે પ્રેરિત થઈ અને ભારતીય વાયુસેનામાં જોડાવાનો સંકલ્પ કર્યો. સુરેશ ગંગવાલે કહ્યું કે પુત્રી આંચલ ગંગવાલને શનિવારે ભારતીય વાયુસેનામાં કમિશન મળ્યું છે.

આંચલના માતા-પિતા ડુંગિગલ એએફએમાં યોજાયેલી પાસિંગ આઉટ પરેડમાં ભાગ લઈ શક્યા ન હતા, પરંતુ ટીવી પર પુત્રીની સફળતા જોતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. ગંગવાલ કહે છે કે ફાધર્સ ડે ૨૦૨૦ ના રોજ બેટી આંચલે સફળતા હાંસલ કરીને તેમને સૌથી મોટી ભેટ આપી છે. મધ્યપ્રદેશના નીમચની યુવતીએ અગાઉ તેને મળેલી બે સરકારી નોકરીઓ ઠુકરાવીને સેનામાં સેવા પસંદ કરી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.