ન્યૂઝ ચેનલને ભારે પડી એન્કરની ટિપ્પણી, ટ્રમ્પને ચૂકવશે ૧૨૭ કરોડ રૂપિયા
ન્યૂયોર્ક, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ એક એન્કરની ટિપ્પણીએ તેની આખી ન્યૂઝ ચેનલને ભારે પડી ગઈ છે. અહેવાલો અનુસાર એબીસી મીડિયા ગ્›પ હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૧૫ મિલિયન ડોલર (આશરે ૧૨૭ કરોડ રૂપિયા)માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસનું સમાધાન કરવા સંમત થયું છે.
એટલે એબીસી ન્યૂઝે તેમને ૧૨૭.૫ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. એટલું જ નહીં, મીડિયા ગ્›પે ‘અફસોસ’ વ્યક્ત કરતું નિવેદન પણ પ્રકાશિત કરવું પડશે.કોર્ટના દસ્તાવેજો અનુસાર, આ મામલો એબીસી ન્યૂઝના એન્કર જ્યોર્જ સ્ટેફનોપોલોસ દ્વારા એક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીઓથી ઉભો થયો હતો.
જ્યોર્જે માર્ચમાં યુએસ સાંસદ નેન્સી મેસ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ટ્રમ્પ ‘રેપ કેસમાં આરોપી’ છે. આ મામલે ટ્રમ્પ કોર્ટ પહોંચ્યા હતા.એબીસી ન્યૂઝ અને સ્ટેફનોપોલોસ જાહેરમાં પણ માફી માંગશે. જેમાં કહેવામાં આવશે કે, ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પ વિશે આપેલા “નિવેદન પર અફસોસ છે” અને બ્રોડકાસ્ટર એટર્ની ફીમાં અલગથી ૧ મિલિયન ડોલર ચૂકવશે.
અહેવાલો અનુસાર જજ લિસેટ એમ. રીડે ટ્રમ્પ અને સ્ટેફનોપોલોસ બંનેની જુબાનીઓ રેકોર્ડ કર્યાના એક દિવસ પછી બંને પક્ષોએ સેટલમેન્ટ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ વિરૂદ્ધ ઉત્પીડનનો કેસ ચાલી રહ્યો છે. જોકે, આ બળાત્કારના કેસથી અલગ છે. ૨૦૨૩માં લેખિકા ઇ. જીન કેરોલ દ્વારા તેમની વિરુદ્ધ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.SS1MS