અનંતનાગમાં ઉપદ્રવીઓએ મંદિરમાં તોડફોડ કરી,એકની ગોળી મારી હત્યા

શ્રીનગર, આરએસએસના વડા મોહન ભાગવત જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન અનંતનાગમાં બરઘશેખા ભવાની મંદિરમાં ઉપદ્રવીઓએ તોડફોડ કરી હતી. આ સાથે જ શ્રીનગરમાં આતંકીઓ દ્વારા એક વ્યક્તિને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. Ancient Hindu Temple Brigshikha Mata Mandir desecrated in MattanAnantnag Kashmir
જમ્મુ -કાશ્મીર પોલીસે કહ્યું કે બરઘશેખા ભવાની મંદિરમાં તોડફોડની ઘટના બની છે. આ મામલે FIR નોંધવામાં આવી છે. તપાસ માટેની રચના કરવામાં આવી છે. બરઘશેખા ભવાની મંદિર કાશ્મીર ખીણના અનંતનાગ જિલ્લામાં મટ્ટન પર્વત પર છે. આ કાશ્મીરી પંડિતોની આસ્થાનું કેન્દ્ર પણ છે.
નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટિ્વટ કરીને ઘટનાની નિંદા કરી છે. તેમણે લખ્યું, “અસ્વીકાર્ય. હું આ તોડફોડની ઘટનાની નિંદા કરું છું અને હું વહીવટીતંત્રની ખાસ કરીને જમ્મુ -કાશ્મીર પોલીસને અપીલ કરું છું કે દોષિતોને ઓળખ કરીને તેમને કડક સજા આપો. પીડીપી નેતા નઈમ અખ્તરે પણ ઘટનાની નિંદા કરી અને દોષિતોને કડક સજા કરવાની માંગ કરી છે.શ્રીનગરમાં આતંકવાદીઓએ એક નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી.