હિમાચલ પ્રદેશનો પ્રાચીન મઠ : કી ગોમ્યા
હિમાચલના પહાડી પ્રદેશોમાં પણ ઘણી ઉંચાઈએ કેટલાક પ્રાચીન સ્થાપત્યો જાેવા મળે છે. હિમાચલ પ્રદેશની સ્પીતીની નદીના કાંઠે ૪૧૬૬ મીટરની ઉંચાઈએ પ્રાકૃતિક સૌદર્યની વચ્ચે આવેલો બૌદ્ધ મઠ કી ગોમ્યા ૧૧મી સદીનું વિશાળ સ્થાપત્ય છે. બૌદ્ધ ગુરુ અતિશાએ ભિક્ષુઓના ધર્માભ્યાસ માટે આ મઠ બંધાવેલો. ૧૪મી સદીમાં માંગલોના આક્રમણમાં તેને નુકસાન થયું હતું. આજે પણ હિમાચલના એક શિખર પર ભવ્ય કિલ્લા જેવો આ મઠ પ્રાકૃતિક સૌદર્યમાં વધારો કરે છે.
લોહોલ- સ્પીતી વિસ્તારમાં આવેલો આ મઠ બૌદ્ધોનું તીર્થસ્થાન છે. ગોમ્યાનો અર્થ સુંદર અને ગૌરવશાળી થાય છે. ૧૧મી સદીમાં બૌદ્ધ ભિક્ષુઓને ધર્મ, કલા અને વિજ્ઞાન શીખવવા માટેના મઠમાં ભગવાન બુદ્ધની ભવ્ય પ્રતિમા સહિતના અનેક સુંદર શિલ્પો છે, સાંકડા રૂમ, સાંકડી પરગોળ અને સાંકડા દાદરની બનેલી આ ઈમારત અદભુત છે. મઠ નીચા ઘાટના ત્રણ માળનો છે.
ભોંય તળિયે પ્રવચન ખંડ અને ઓરડાઓ જાેવાલાયક છે આજે પણ આ મઠમાં બૌદ્ધ ધર્મશિક્ષણ અપાય છે અને બૌદ્ધ ભિક્ષુઓ સંન્યાસ લઈને લામા બને છે મઠમાં રપ૦ સાધુઓ રહીને અભ્યાસ કરી શકે છે.