આંધ્રપ્રદેશના મેડિકલ સ્ટુડન્ટનું બરફમાં ફસાઈ જવાથી મોત
વિશાખાપટ્ટનમ, મૃતક વિદ્યાર્થી દશારી ચંદુના પરિવારે તેમના પુત્રના મૃતદેહને પરત લાવવામાં મદદ માટે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીનો સંપર્ક કર્યો હતો. રેડ્ડીએ કિર્ગિસ્તાનના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ચંદુના મૃતદેહને ભારત પરત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
કિર્ગિસ્તાનમાં આંધ્રપ્રદેશના ૨૦ વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ દાસારી ચંદુનું થીજી ગયેલા ધોધમાં ફસાઈ જવાથી મૃત્યુ થયું હતું. તે વિદ્યાર્થી અન્ય ચાર વિદ્યાર્થીઓ સાથે ધોધ પર ગયો હતો, જેઓ આંધ્રપ્રદેશના પણ હતા. અહેવાલો અનુસાર, દાસારી ચંદુ કિર્ગિસ્તાનમાં મેડિસિનનો બીજા વર્ષનો વિદ્યાર્થી હતો અને ધોધના બરફમાં ફસાઈ જવાથી તેનું મૃત્યુ થયું હતું.
દાસારી ચંદુ વિશાખાપટ્ટનમના અનાકાપલ્લેના રહેવાસી હતા અને તેમના પિતા ‘મદુગુલા હલવા’ નામની મીઠાઈની દુકાન ચલાવે છે. તે કિર્ગિસ્તાનમાં થીજી ગયેલા ધોધમાં અકસ્માતે ફસાઈ ગયો, જ્યાં તેનું મૃત્યુ થયું. દશારી ચંદુના નિધનના સમાચાર મળતા પરિવારજનો, મિત્રો અને સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
દશારી ચંદુના પરિવારે તેમના પુત્રના મૃતદેહને પરત લાવવામાં મદદ માટે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીનો સંપર્ક કર્યો. રેડ્ડીએ કિર્ગિસ્તાનના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ચંદુના મૃતદેહને ભારત પરત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.SS1MS