આંધ્રપ્રદેશ માટે નવી ટેક્નોલોજીનું હબ બનવાનો સમય:PM મોદી
વડાપ્રધાને રાજ્યમાં રૂ.૨ લાખ કરોડનાં પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું
કેન્દ્ર સરકાર લાખો કરોડની યોજનાઓમાં આંધ્રપ્રદેશને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે
વિશાખાપટ્ટનમ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશને રૂ.૨ લાખ કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. તેમણે બુધવારે મેગા રોડ-શોમાં આંધ્રપ્રદેશને નવી ભવિષ્યલક્ષી ટેક્લોજીનું હબ બનવાની તૈયાર કરવા જણાવ્યું હતું. વિશાખાપટ્ટનમમાં સંપથ વિનાયક મંદિરથી આંધ્ર યુનિવર્સિટીના એન્જિનિયરિંગ કોલેજ મેદાન સુધીના રોડ-શોમાં વડાપ્રધાન મોદી સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોએ નેતાઓ પર પુષ્પવર્ષા કરી હતી. મોદી, નાયડુ અને અન્ય નેતાઓએ તેમનું અભિવાદન કર્યું હતું.પીએમ મોદીએ વિશાળ જનમેદનની સંબોધી હતી.
તેમણે જણાવ્યું હતું કે, “આંધ્રપ્રદેશ સંભાવનાઓ અને તકોનું રાજ્ય છે. આ સંભાવનાઓ વાસ્તવિકતામાં પરિણમશે ત્યારે રાજ્યનો વિકાસ થશે અને ભારત વિકસિત રાજ્ય બનશે. એટલે આંધ્રનો વિકાસ અમારું વિઝન છે. આંધ્રના લોકોની સેવા અમારી કટિબદ્ધતા છે.” તેમણે રેલવે ઝોન અને એનટીપીસીના ઇન્ટિગ્રેટેડ ગ્રીન હાઇડ્રોજન હબનું ભૂમિપૂજન કર્યું હતું. તેમણે રેલવે અને રોડ ક્ષેત્રના ઘણા પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. મોદીએ ચંદ્રાબાબુ નાયડુની સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આંધ્રપ્રદેશે ૨૦૪૭ સુધીમાં ૨.૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યાે છે. જેને સાકાર કરવા ચંદ્રાબાબુની સરકારે ‘સ્વર્ણ આંધ્ર જ્ર ૨૦૪૭’ પહેલ શરૂ કરી છે.
જેમાં કેન્દ્ર સરકાર આંધ્રની સરકાર સાથે ખભેખભા મિલાવની કામ કરશે. મોદીએ જણાવ્યું હતું કે, “આંધ્રપ્રદેશ માટે નવી ભવિષ્યલક્ષી ટેન્કોલોજીનું હબ બનવાનો સમય પાકી ગયો છે.” આ વિઝનને સાકાર કરવા માટે ચંદ્રબાબુ નાયડુની સરકારે ૨૦૪૭માં ગોલ્ડન આંધ્રની પહેલ કરી છે. આવામાં કેન્દ્રની એનડીએ સરકાર પણ આંધ્રપ્રદેશના દરેક લક્ષ્ય સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. તેથી કેન્દ્ર સરકાર લાખો કરોડની યોજનાઓમાં આંધ્રપ્રદેશને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે.ss1