હપ્પુને રાજેશ કહે છે કે બિમલેશને ચોરી કરવાની આદત છે ત્યારે તેને આંચકો લાગે છે
કિરદારોં કે નયે કારનામે!-એન્ડટીવી પર શો દૂસરી મા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈમાં આગામી સપ્તાહની વાર્તા ખાસ જોવા જેવી છે.
એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે અશોક કહે છે, “કૃષ્ણા (આયુધ ભાનુશાલી)ની નિર્દોષતા સિદ્ધ કરવા માટે યશોદા (નેહા જોશી) એકમાત્ર સાક્ષીદાર ઓટો ડ્રાઈવરને શોધે છે. જોકે કામિની (પ્રીતિ સહાય) કાવતરું કરીને ડ્રાઈવરને મદદ નહીં કરવા માટે પૈસા આપે છે. ઓટો ડ્રાઈવર પાસે મદદ માટે આવતાં તે તેમનું અપહરણ કરે છે.
મનોજ (આરજે મોહિત) કૃષ્ણાનો બચાવ કરે છે અને કોર્ટ કૃષ્ણાને નિર્દોષ જાહેર કરે છે. જોકે સ્થિતિ એવી ઉદભવે છે કે યશોદા પરિવારને કૃષ્ણા અશોક અને માલાનો પુત્ર છે એવું જાહેર કરે છે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે બિમલેશ કહે છે, “હપ્પુ (યોગેશ ત્રિપાઠી)ને રાજેશ એવું કહે છે કે બિમલેશ (સપના સિકરવાર) ક્લેપ્ટોમેનિયાક (ચોરી કરવાની આદત) છે ત્યારે તેનો આંચકો લાગે છે. બીજા દિવસે ઝવેરી આવે છે અને કટોરી અમ્મા (હિમાની શિવપુરી)નો ખાનદાની હાર પાછો આપે છે, જે તેણે પાલિશ કરાવવા આપેલો હોય છે.
દરમિયાન રાજેશની ફ્રેન્ડ કરિશ્મા તેમને બહેનનાં લગ્ન માટે આમંત્રણ આપે છે. રાજેશ હપ્પુને તેને માટે કટોરીનો ખાનદાની હાર લાવવા સજાવે છે. બધા જ લગ્નની તૈયારી કરે છે અને રવાના થાય છે. બેની (વિશ્વનાથ ચેટરજી)ને બિમલેશની ચોરીની આદત વિશે ચિંતિત છે. લગ્નમાંથી બધા પાછા આવતાં તેઓ જુએ છે કે ખાનદાની હાર ગુમ થઈ ગયો છે.”
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે અનોખે લાલ સકસેના કહે છે, “વિભૂતિ સકસેના (સાનંદ વર્મા)ના સૂચન પછી બ્લોગર બને છે. દરમિયાન અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) તેની બ્રાન્ડ માટે મોડેલ બનવાની ઓફર તિવારી નકારી કાઢે છે અને તેને બદલે અન્ય છોકરીની ભલામણ કરે છે.
અંગૂરી (શુભાંગી અત્રે) અમ્માજી (સોમા રાઠોડ)ના સૂચન અનુસાર તિવારીની જાસૂસી કરવાનું કામ સકસેનાને સોંપે છે. સકસેના તેને માહિતી આપે છે કે તિવારી એક છોકરીને મળી રહ્યો છે. તિવારી પ્રસિદ્ધ બનતા વિભૂતિ પોતાના બ્રાન્ડના પ્રચારમાં લેવા માટે તિવારીને વિનંતી કરે છે. “