અનીસ બઝમી આગામી ફિલ્મમાં વરુણને કાસ્ટ કરશે

મુંબઈ, ફિલ્મમેકર અનિસ બઝમી પોતાની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મોને કારણે ઓળખાય છે. અનિસ બઝમીની ફિલ્મ ભૂલ ભૂલૈયા ૨ હજી પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. આટલુ જ નહીં, ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ છે અને ત્યાં પણ તે ટ્રેન્ડ થઈ રહી છે.
ફિલ્મ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યનને લીડ રોલમાં કાસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ અનિસ બઝમી પોતાની અપકમિંગ ફિલ્મમાં વરુણ ધવનને લેવાના હોવાની જાણકારી સામે આવી રહી છે. વરુણ ધવનની કોમેડી ટાઈમિંગના વખાણ થતા હોય છે.
તેણે અત્યાર સુધી ઘણી સારી કોમેડી ફિલ્મો આપી છે. એક રિપોર્ટ અનુસાર, વરુણ ધવન અને અનિસ બઝમી હવે એક ફિલ્મ પર કામ કરવાની યોજના ઘડી રહ્યા છે. એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, અનિસ બઝમીએ પોતાની અપકમિંગ ફિલ્મની તૈયારી શરુ કરી દીધી છે. આ ફિલ્મમાં લીડ રોલ તરીકે વરુણ ધવનને લેવાની યોજના મેકર્સની છે.Anees Bazmi will cast Varun in the next film
સૂત્રો જણાવે છે કે, તાજેતરમાં જ બન્ને એકબીજા સાથે મળ્યા હતા અને એક કોમેડિ ફિલ્મ પર સાથે કામ કરવા બાબતે સહમતિ દર્શાવી હતી.
જ્યારે બન્નેના વર્તમાન વર્ક કમિટમેન્ટ્સ પૂરા થઈ જશે ત્યારે તેઓ આ પ્રોજેક્ટ પર કામ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભલે વરુણ અને અનીસે એક સાથે કોઈ ફિલ્મમાં કામ નથી કર્યુ, પરંતુ તેમની ઘણી સારી મિત્રતા છે. અનીસ અત્યારે નો એન્ટ્રીની સિક્વલ બનાવવાના છે અને પછી તે વરુણ ધવન સાથે કામ કરશે.
નો એન્ટ્રીની સિક્વલમાં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન ટ્રિપલ રોલમાં જાેવા મળશે. વરુણ ધવન તાજેતરમાં જ કરણ જાેહરના ધર્મા પ્રોડક્શનની ફિલ્મ જુગ જુગ જિયોમાં જાેવા મળ્યો હતો.
આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી, નીતૂ કપૂર અને અનિલ કપૂર પણ હતા. ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. પાછલા આઠ દિવસમાં આ ફિલ્મ ૫૫ કરોડ કમાણી કરી ચૂકી છે અને હજી તે બોક્સઓફિસ પર ઉપલબ્ધ છે.SS1MS