ભારત વિકાસ પરિષદ દ્વારા ખેડબ્રહ્મામાં એનિમીયા ચેકઅપ કેમ્પ કરાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) સાબરકાંઠા જિલ્લા આરોગ્યતંત્ર અને ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા દ્વારા સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ની શાળાઓમાં એનિમિયા મુક્તિ અભિયાન ચલાવાઇ રહ્યું છે. જેમાં જિલ્લાના તમામ તાલુકાની તમામ શાળાઓમાં દીકરીઓનું જિલ્લા આરોગ્ય તંત્રના ડોક્ટરો તથા મેડિકલ સ્ટાફ દ્વારા ચેકિંગ કરી તેઓને દવા ગોળી અપાઈ રહી છે.
જે અંતર્ગત ખેડબ્રહ્માની કે.ટી. હાઈસ્કૂલમાં સી.ડી.એચ.ઓ. રાજ સુતરીયા સાહેબની અધ્યક્ષતામાં તથા ખેડબ્રહ્મા ટી.એચ.ઓ. કે.એમ. ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ ૨૦૦ દીકરીઓનું ચેકઅપ કરાયું હતું જેમાં આઠ ગ્રામથી ઓછું એચ.બી.હોય તેવી ૨૪ દીકરીઓ.,
૮થી ૯.૧૦ એચ.બી.હોય તેવી ૧૦૨ દીકરીઓ., ૧૧ થી ૧૧.૯ એચ.બી. હોય તેવી ૬૮ દીકરીઓ તથા ૧૨ થી ઉપર હોય તેવી છ દીકરીઓ નું નિદાન થયું હતું. અને તેમને દવા ગોળી અપાઈ હતી. આ કેમ્પમાં સી.ડી.એચ.ઓ. રાજ સુતરીયા સાહેબ, કે ટી હાઈસ્કૂલના આચાર્ય વિભાષભાઈ રાવલ, ભારત વિકાસ પરિષદના ખેડબ્રહ્માના પ્રમુખ ડોક્ટર હર્ષદભાઈ પટેલ, મંત્રી સુરેશભાઈ પટેલ, સહમંત્રી હસમુખભાઈ પંચાલ,
ડી.એસ.બી.સી.સી. રોહિતભાઈ પંચાલ, દેરોલ મેડિકલ ઓફિસર જીનલબેન પટેલ, આરબીએસકે મેડિકલ ઓફિસર પીનલબેન, એમ.પી.એચ. ડબલ્યુ.મશરૂભાઈ કે. રબારી, સીએચઓ શૈલેષભાઈ, સીએચઓ જયાબેન બરંડા, રાકેશભાઈ, મદનસિંહ, હેમલબેન, રચનાબેન,દીપકભાઈ પરમાર, એફએચડબલ્યુ સૃષ્ટિબેન ચૌધરી તથા યાનીબેન ચૌધરી વિગેરે હાજર રહ્યા હતા.