Western Times News

Gujarati News

પૂરની સ્થિતિને લઈ વલસાડ જિલ્લામાં આંગણવાડી, શાળા-કોલેજ બંધ રાખવા આદેશ

વલસાડ, વલસાડ જિલ્લામાં શરૂ થયેલો ભારે વરસાદ રવિવારે પણ યથાવત રહ્યો હતો. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઇ જિલ્લા વહીવટી તંત્રએ એક મોટો નિર્ણય લીધો છે.

વલસાડ જિલ્લાની તમામ શાળા, કોલેજો, આંગળવાડીઓને બંધ રાખવાનો આદેશ અપાયો છે. જિલ્લા વિકાસ અધિકારીએ Âટ્‌વટર પર આ માહિતી આપી છે. સોશિયલ મીડિયા મારફતે વલસાડ વહીવટી તંત્રએ લોકોને જાણકારી અપાઈ છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે આ નિર્ણય લેવાયો છે.

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે. વલસાડની ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવી ૬ મીટર પર વહેતા વહીવટી તંત્ર દ્વારા નીચવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સાથે વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી પર વહેતા ભાગડા ખુર્ડ ગામ તથા વલસાડ શહેરના બંદર રોડ, કશ્મીર નગર, કૈલાશ રોડ સહિતના શહેરી વિસ્તારોમાં પાણી ઘુસી જવા પામ્યા હતા.

વલસાડ જિલ્લા કલેક્ટર સહીતની ટીમ પુરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બની છે. સાથે નીચવાળા વિસ્તારોમાં મુલાકાત લઈ રહી છે. વલસાડ જિલ્લામાં તમામ પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવમાં આવી છે.

વલસાડ જિલ્લાના ઉપવાસમાં ભારે વરસાદને લઈને વલસાડની ઓરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતા વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ થયું.

ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના નીચાળવાળા વિસ્તાર એવા કાશ્મીર નગરમાં પાણી ઘૂસવાના શરૂ થતા તંત્ર દ્વારા પોલીસની મદદથી સ્થાનિકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોને અહીંથી સ્થળાંતર કરવાની અપીલ કરી હતી ૧૫૦ થી લોકો ને સેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા વલસાડ મામલતદાર પણ ખડે પગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી.SS1MS

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.