Western Times News

Gujarati News

ખેડા જિલ્લાની આંગણવાડી અને તેડાગર બહેનો લડાઈના મૂડમાં

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) વિધાનસભાની ચૂંટણી આવે છે આ વચ્ચે માંગણીઓની મોસમ ખીલી હોય તેવો નજારો જાેવા મળી રહ્યો છે. જેમા સ્પષ્ટ પણે સરકાર સોષણની નીતી અપનાવી રહી હોય તેવો ચિતાર જાેવા મળી રહ્યો છે.

આજે ખેડા જિલ્લાની આંગણવાડી અને તેડાગર બહેનોએ એકઠા થઇ મોટી રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે પોતાની પડતર માંગણીઓ મામલે આવેદનપત્ર આપ્યું હતું. નડીયાદ તાલુકા ના ડભાણ ચોકડી ખાતે આ બહેનો ભેગી થઈ હતી અને ત્યાંથી રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.

જ્યાં અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. અખિલ ગુજરાતી આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ આપવામાં આવેલ આવેદનપત્ર માં જણાવ્યું છે કે માનદ વેતન દુર કરી લઘુતમ વેતન આપવું, કાયમી કર્મચારી ગણવા, વધારાનું કામ ન કરાવવું જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આમા કઠલાલ, કપડવંજ, મહુધા સહિત ખેડા જિલ્લાની તમામ આંગણવાડી અને તેડાગર બહેનો એકઠી થઈ હતી. આશરે ૨ હજાર જેટલી બહેનોએ કલેકટર કચેરીનો ઘેરાવો કર્યો હતો.અને આગામી સમયમાં પોતાની માગણી નહી સંતોષાય તો ધરણા અને ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

ત્યારે આ પડતર માંગણીઓ વહેલી તકે સ્વિકારવામાં આવે તેવી માંગ જિલ્લાના આંગણવાડી અને તેડાગર બહેનોએ કરી છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસથી કલેકટર કચેરીમાં કોને કોઈ મુદ્દે કર્મચારીઓ પોતાની માગણીઓને લઈ આવેદનપત્રના મારા ચલાવી રહ્યા છે જેના કારણે કલેકટર કચેરી આગળ મોટા મોટા ટોળા જાેવા મળી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.