પાલનપુરના સ્નેહલબેન રાવલ દ્વારા અંગદાન મહાદાન સંકલ્પ કરવામાં આવ્યો
(પ્રતિનિધિ) અંબાજી, અંગદાન મહાદાન… પાલનપુરના સ્નેહલબેન વિક્રમભાઈ રાવલ દ્વારા પોતાની બિનહયાતીમાં અંગદાન મહાદાન સંકલ્પ કરવામાં આવ્યો છે સ્નેહલબેન રાવલ જેઓ પાલનપુરના જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરમાં મેમ્બર તરીકે સેવાઓ આપે છે તેઓએ વિધ્યામંદિર સ્કૂલ પાલનપુર મા અભ્યાસ કરેલો છે તેઓ હાલમાં ટ્યૂશન કલાસ નિ પ્રવૃત્તિ કરે છે તેમના પતિ વિક્રમભાઈ રાવલ બનાસકાંઠા જિલ્લાના પોલીસ ડિપાર્ટમેન્ટ મા ડોગ સ્કવોર્ડ મા ફરજ બજાવે છે.
જનસેવા ગ્રુપના અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત તેમને પોતાનું ફોરમ જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપના કાઉન્સિલર જયેશભાઈ સોનીને પોતાનું ફોરમ જમા કરાવ્યું છે ભારતમાં દર વર્ષે પાંચ લાખ લોકો અંગદાન ન મળવાને કારણે મૃત્યુ પામતા હોય છે લાખો રૂપિયા ખર્ચવા છતા એ કોઈ ફેક્ટરીમાં માનવ અંગોનું નિર્માણ શક્ય નથી. મૃત્યુ બાદ અંગદાન કરીને કોઈના જીવનમાં આસાનું કિરણ બનીને કાયમ જીવંત રહી શકાય છે અંગદાન દ્વારા બ્રેઈન, હાર્ટ ,ચામડી ,ફેફસા,લીવર,સ્વાદુપિંડ, બોનમેરો,કિડની, આપણી બે આંખો વગેરે અંગોનું દાન થઈ શકે છે અને કોઈ વ્યક્તિને નવજીવન મળી શકે છે. સ્નેહલબેન રાવલ ને અંગદાન મહાદાન ના સંકલ્પ બદલ જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અંગદાન મહાદાન.