વરસાદથી પાકને નુકસાનમાં વળતર ના મળતા ખેડૂતોમાં રોષ
માંગરોળ, સુરત જિલ્લામાં છાશવારે વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. માંગરોળ તાલુકાને નુકસાનીનું વળતર આપવામાં બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. ગુજરાત સરકારે આ અંગે અનેક તાલુકાઓમાં ભારે નુકસાનીના પગલે ખેડૂતોને વળતર આપવા માટેની જાહેરાત કરે છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાને નુકસાનીનું વળતર આપવામાં બાકાત રાખવામાં આવ્યા છે.
ત્યારે ખેડૂતોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. માંગરોળ તાલુકાને બાકાત રાખવામાં આવતા ખેડૂતોએ અધિકારીઓ પર રોષ વ્યક્ત કર્યો હતો અને સરકારી અધિકારીઓ એસીમાં બેસીને વાતો કરે છે જેથી તેમને ખેડૂતોના દુઃખની જાણ નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ બાબતે માંગરોળ તાલુકાના વિસ્તરણ અધિકારીએ જણાવ્યુ હતુ કે, સુરત જિલ્લામાં માંડવી અને ઉમરપાડા તાલુકામાં નુકસાનીનું વળતર આપવાનું નક્કી થયું છે. કારણ કે આ બંને તાલુકામાં ૩૩ ટકાથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે માંગરોળ તાલુકામા ખાસ નુકસાન નથી. કમોસમી વરસાદ દરમિયાન જ સ્ટાફને સૂચના આપવામાં આવી હતી.
નુકસાની અંગે કોઈ અરજી પણ મળી નથી અને ૩૩%થી વધુ વરસાદ માંગરોળ તાલુકામાં જણાયો નથી. તેથી માંગરોળ તાલુકાનો સમાવેશ વળતર ચૂકવવામાં પસંદ કરવામાં આવ્યો નથી. સરકાર દ્વારા જિલ્લાના મોટેભાગના તાલુકામાં ખેતીવાડી વિભાગની અલગ અલગ ટીમ બનાવી સરવે તો કરાયો હતો, પરંતુ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઘણા ખેડૂતોને થયેલા નુકસાનનો સરવે નહીં કરતા ખેડૂતોને થયેલા પાક નુકસાનની સહાયથી વંચિત રહેતા ખેડૂતોમાં રોષ જાેવા મળ્યો હતો.SS1MS